દિલ્હી : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પીએમ આવાસથી કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો હતો.

ડૉ. સિંહના પત્ની ગુરશરણ કૌર અને પુત્રી દમન સિંહે કૉંગ્રેસના મુખ્યાલયમાં તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધી, સોનિયા અને પ્રિયંકા ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓએ મનમોહનને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી પાર્થિવદેહને નિગમબોધ ઘાટ પર લઈ જવામાં આવી રહ્યો છે.અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ પર કરવામાં આવશે.

અંતિમ સંસ્કાર 11:35 વાગ્યે થશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ અંતિમ સંસ્કારમાં સામેલ થશે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, વાયનાડથી પાર્ટીના સાંસદ પ્રિયંકા ગાંધી અને તેમના પતિ રોબર્ટ વાડ્રા મનમોહનને શ્રદ્ધાંજલિ આપવા કોંગ્રેસ હેડક્વાર્ટર હાજર હતા. કોંગ્રેસના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

Reporter: admin







