News Portal...

Breaking News :

CA ની ફાઇનલ પરીક્ષામાં અમદાવાદની રિયા શાહ દેશમાં બીજા નંબરે આવી

2024-12-27 16:52:35
CA ની ફાઇનલ પરીક્ષામાં અમદાવાદની રિયા શાહ દેશમાં બીજા નંબરે આવી


આઇસીએઆઇ સીએનું ફાઇનલ પરિણામ ગઈકાલે રાત્રે જાહેર થઈ ગયું છે. 


ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) દ્વારા યોજાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટ(CA)ની ફાઇનલ પરીક્ષામાં બે વિદ્યાર્થીઓ અને બે વિદ્યાર્થીનીઓએ ટોચના ત્રણ રેન્ક મેળવ્યા છે. જેમાં અમદાવાદની રિયા શાહ સમગ્ર ભારતમાં બીજા નંબરે આવી છે. જ્યારે હૈદરાબાદના હેરાંબ મહેશ્વરી અને તિરૂપતિના રિષભે ઓસ્વાલે સંયુક્તરૂપે 508 માર્ક્સ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. 


રિયા શાહે 501 માર્ક્સ સાથે બીજો નંબર મેળવ્યો છે. જ્યારે ત્રીજા સ્થાને આવેલી કોલકાતાની કિંજલ અજમેરાએ 493 માર્ક્સ મેળવ્યા છે.હૈદરાબાદના હેરાંબ મહેશ્વરી અને તિરુપતિના ઓસ્વાલે સંયુક્ત રીતે 508 માર્ક્સ (84.67%) મેળવી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જ્યારે રિયા કુંજનકુમાર શાહે 501 માર્ક્સ (83.5%) મેળવી બીજા ક્રમાંકે આવી છે. તેમજ કોલકાતાની કિંજલ અજમેરાએ 493 માર્ક્સ (82.17%) સાથે ચોથા ક્રમે આવી છે.

Reporter: admin

Related Post