દિલ્હી : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવાર (27 ડિસેમ્બર, 2024) એ દિલ્હીના નિગમબોધ ઘાટ પર દિવસે 11:45 વાગ્યે કરાશે.
અંતિમ સંસ્કારનો કાર્યક્રમ ગૃહ મંત્રાલયે જાહેર કર્યો છે. અંતિમ સંસ્કારમાં ભાગ લેવા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેટલાક મંત્રી નિગમબોધ ઘાટ પહોંચ્યા હતા.કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે માહિતી આપી છે કે શનિવારે 28 ડિસેમ્બરે સવારે 9:30 વાગ્યે દિલ્હી સ્થિત AICC હેડક્વાર્ટરથી નિગમબોધ ઘાટ માટે રવાના થશે.
પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નિધન પર રાષ્ટ્રીય શોકના કારણે રાષ્ટ્રપતિ ભવનમાં શનિવારે થનારી ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની નહીં થાય. આ એક સૈન્ય પરંપરા છે. તેમાં રાષ્ટ્રપતિના બોડીગાર્ડનું એક ગ્રુપ બીજા ગ્રુપથી ચાર્જ લે છે.
Reporter: admin