નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર આજે દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા.
આ પહેલા કોંગ્રેસ કાર્યાલયથી નિગમ બોધ ઘાટ સુધી તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ અંતિમ યાત્રામાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ હતા.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર વખતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. મનમોહન સિંહની મોટી પુત્રીએ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.
પૂર્વ પીએમ મનમોહન સિંહના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર પહેલા લગભગ એક કલાક સુધી કોંગ્રેસ હેડક્વાર્ટરમાં રાખવામાં આવ્યો હતો. અહીં કોંગ્રેસના કાર્યકરોની સાથે સામાન્ય જનતાએ પણ તેમના અંતિમ દર્શન કર્યા હતા. મનમોહન સિંહનું ગુરુવારે (26 ડિસેમ્બર) રાત્રે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
Reporter: admin