વડોદરા : શહેર પોલીસ વિભાગના ઝોન 3 હસ્તકના પોલીસ સ્ટેશનનો દ્વારા 'તેરા તુજ કો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત નાગરિકોના ચોરી અને ગુમ થયેલા મોબાઈલ ફોન તેમજ અન્ય કિંમતી મુદ્દામાલ મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યો હતો.

વડોદરા શહેર પોલીસ વિભાગના ઝોન 3 હસ્તકના પોલીસ સ્ટેશનનો દ્વારા નાગરિકોના ચોરી થયેલ ગુમ થયેલા મોબાઈલ ફોન તેમજ અન્ય કુલ 12 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઝોન 3 હસ્તકના માંજલપુર, મકરપુરા, વાડી, પાણીગેટ, કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પોતપોતાના પોલીસ સ્ટેશનમાં નાગરિકોના ચોરી થયેલા તેમજ ગુમ થયેલા સોનાના ઘરેણા તેમજ અન્ય મોબાઇલ ફોન અને કીમતી મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.

માંજલપુર જીઆઇડીસી ઉમાકાંડ હોલ ખાતે ઝોન ૩ના નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તાના હસ્તે સોનાના ઘરેણા, વાહનો તેમજ મોબાઇલ ફોન મળીને કુલ 12,02,704 રૂપિયાનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો.






Reporter: admin