પાલકના લસણીયા ગાંઠિયા બનાવવા માટેની સામગ્રીમાં 500 ગ્રામ ચણા લોટ, મીઠુ જરૂર પ્રમાણે, તેલ જરૂર પ્રમાણે,એક વાડકી બાફેલી પાલક, 2 લીલા મરચા, 100 ગ્રામ સમારેલું લીલું લસણ, ચપટી હિંગ અને અજમો જરૂરી છે.
પાલક,લસણ,લીલા મરચાની પ્યુરી કરી લેવી. તયારબાદ એક બાઉલમા ચણાનો લોટ લઈ તેમાં પ્યુરી, અજમો,હીંગ અને મીઠું નખી લોટ તૈયાર કરી લેવો.હવે સઁચાને તેલ વડે ગ્રીસ કરી લોટ ઉમેરી તેલ ગરમ કરવા મૂકી ગાંઠિયા પાડી બને બાજુ સરખા તળી લેવા. આ ગાંઠિયા લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. અને તે ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે.
Reporter: admin







