અમદાવાદ: BZ ગ્રુપના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલાને CID ક્રાઈમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
BZ ગ્રુપના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલાની ધરપકડ થઈ ગઈ છે. જેમા આરોપીને સીઆઈડી ક્રાઈમ દ્વારા મહેસાણાના વિસનગર તાલુકાના દવાડા ગામથી ઝડપી પાડવામાં આવ્યો છે.
મહેસાણાના વિસનગર તાલુકાના દવાડા ગામમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોન્ઝી સ્કીમની હેઠળ લોકોની મહેનતના કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. છેલ્લા એક મહિનાથી CID ક્રાઈમની ટીમ આરોપીને શોધી રહી હતી. જેમાં તેણે ધરપકડ ન થાય તે માટે તેણે અગાઉ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી જેની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી.
Reporter: admin