વડોદરા : મહાનગરપાલિકાની આજરોજ મળેલી સામાન્ય સભા વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સભાસદ અનિલભાઈ રણછોડભાઈ પરમાર, મૂળ ગુજરાતના મહાન સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય અને પૂર્વ વિદેશ પ્રધાન અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સોહનહલ્લી મલૈયા કૃષ્ણા ના આકસ્મિક નિધનના પગલે બે મિનિટનું મૌન પાડી મોકૂફ રાખવામાં આવી હતી.

આજની આ સામાન્ય સભામાં સભા સેક્રેટરી દ્વારા શોક દર્શક ઠરાવ વાંચ્યા બાદ સદગતના માનમાં બે મિનિટનું મૌન પાડીને આગામી તારીખ 17 જાન્યુઆરી 2025 ના રોજ પર મોકૂફ રાખવામાં આવી છે.



Reporter: admin







