News Portal...

Breaking News :

આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિતે સયાજી હોસ્પિટલના બ્લડ બેન્ક ખાતે રક્તદાતાઓ રક્તદાન કરવા પહોંચ્યા,

2025-06-14 13:40:44
આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિતે સયાજી હોસ્પિટલના બ્લડ બેન્ક ખાતે રક્તદાતાઓ રક્તદાન કરવા પહોંચ્યા,


દર વર્ષે 14મી જૂને "વિશ્વ રક્તદાતા દિવસ" (World Blood Donor Day) ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા એ લોકોના આભાર માટે ઉજવાય છે, જેઓ નિઃસ્વાર્થ ભાવથી રક્તદાન કરે છે અને બીજાનું જીવન બચાવે છે. 


વિશ્વ રક્તદાતા દિવસની શરૂઆત 2004માં કરવામાં આવી હતી. આ દિવસ ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટાઇનરના જન્મદિવસે ઉજવાય છે, જેમણે રક્તના જૂથોની શોધ કરી હતી અને વિશ્વને સુરક્ષિત રક્તદાનની દિશામાં મોટું યોગદાન આપ્યું.આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકોમાં રક્તદાન વિશે જાગૃતિ આવે અને વધારે લોકો સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા માટે આગળ આવે. આજે પણ ઘણા દર્દીઓને સમયસર રક્ત મળતું નથી અને તેઓ જીવ ગુમાવે છે. આવું ન થાય તે માટે વધુ રક્તદાતાની જરૂર છે.


રક્તદાન કરવાથી અન્યનું જીવન બચાવાય છે, સાથે જ આપણી જાત માટે પણ લાભદાયક છે. રક્તદાન કરવાથી શરીરમાં નવી તાજી લોહી બનાવવામાં મદદ મળે છે, અને શરીર ચુસ્ત બને છે. આ ઉપરાંત, રક્તદાતાને માનસિક શાંતિ અને સંતોષની લાગણી મળે છે તે હેતુથી સયાજી હોસ્પિટલ ખાતે રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું

Reporter: admin

Related Post