News Portal...

Breaking News :

આજે સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શહેરના રાવપુરા વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

2025-06-14 13:21:19
આજે સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શહેરના રાવપુરા વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન


વડોદરા : આજે તા.14-06-2025 ને શનિવારે વિક્રમ સવંત 2081 ને જેઠ વદ ચોથ એટલે  સંકષ્ટ ચતુર્થી છે . વિધ્નહર્તા તમામ સંકટો દૂર કરે છે 


ત્યારે સંકષ્ટ ચતુર્થી નિમિત્તે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ભાઉકાળેની ગલી સ્થિત પૌરાણિક શ્રી રિધ્ધિ સિધ્ધિ વિનાયક મંદિર આવેલું છે ત્યાં મોટી  ભક્તોએ મંદિરમાં પૂજન દર્શન કર્યા હતા. રિધ્ધિ સિધ્ધિ સહિત ગણેશજીને દૂર્વા,ફૂલો, સિંદુર દીપ થી પૂજન કર્યું હતું અને પરિવાર, બાળકોના આરોગ્ય, સુખાકારી માટેની પ્રાર્થના કરી હતી. મંદિરમા વહેલી સવારે રિધ્ધિ સિધ્ધિ વિનાયકની કેસર સ્નાન અને પૂજા કરવામાં આવી હતી  રાત્રે 10:10 કલાકે ચોથના ચંદ્રદર્શન કરી શકાશે. સાથે જ મહા આરતીનો કાર્યક્રમ યોજવામાં આવશે.

Reporter: admin

Related Post