સાવલી પોલીસ સ્ટેશન માં તારીખ ૨૮/૧૦/૨૦૨૩નાં રોજ નોંધાયેલી ફરિયાદ નાં બનાવ માં ફરિયાદી ની ૧૩ વર્ષ ૫ માસ ની સગીર દીકરી ને તેનાંજ ફળિયા માં રેહતો આરોપી જીગર લક્ષ્મણ ભાઈ ચૌહાણ નાં એ સગીરા ને બેહલાવી,ફોસલાવી પોતાના પ્રેમ જાળમાં ફસાવી વારંવાર તેની સાથે દુષ્કર્મ આચરતો હતો
સગીરા ને લગ્ન ની લાલચ આપી આરોપી ભગાડી ગયેલો અને હાલોલ ,અમદાવાદ સંખેડા નાં આનંદપુર એમ વિવિધ સ્થળે લઈ જય તેની સાથે દુષ્કર્મ આચરેલ જેની તપાસ માં ભોગ બનનાર સગીરા અને આરોપી મળી આવતા સાવલી પોલીસે કાયદેસર ની કાર્યવાહી કરી આરોપી વિરૂદ્ધ સાવલી ની પોશ્કો કોર્ટ માં ચાર્જશીટ દાખલ કરેલ જે કેસ સાવલી ની પોશ્કો કોર્ટ માં ચાલી જતાં સાવલી ના નામદાર કોર્ટ નાં જજ સાહેબ જે. એ.ઠક્કર સાહેબે આરોપી જીગર લક્ષ્મણ ભાઈ ચૌહાણ રહે: ખાખરીયા નવી નગરી , સાવલી ને દોષી ઠેરવી ૨૦ વર્ષ ની કેદ તેમજ ૫૦ હાજર રૂપિયા દંડ ની સજા ફટકારવામાં આવી અને ઇ. પ.કો કલમ ૩૬૩ મુજબ ત્રણ વર્ષની સજા અને રૂપિયા ત્રણ હજાર નો દંડ તેમજ ઇ.પ.કો કલમ ૩૬૬ મુજબ પાંચ વર્ષ ની સજા અને પાંચ હજાર રૂપિયા દંડ ની સજા ફરમાવાઈ
આરોપી જે દંડ ની રકમ કોર્ટમાં જમા કરાવે તે ભોગ બનના સગીરાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ અને ગુજરાત વિક્તીમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ બનનાર સગીરાને ૪ લાખ નું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી ને ભલામણ કરેલ છે
Reporter: admin