બી.આર. જી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ ખાતે વર્ષ 2015માં અભ્યાસ કરેલ વિદ્યાર્થીની હર્ષિતા ગોયલ દ્વારા UPSC ની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે.
હર્ષિતા ગોયલે ભારત દેશ માં દ્રિતીય સ્થાન પ્રાપ્ત કરીને ઊર્મિ સ્કૂલ સાથે ગુજરાત રાજ્ય અને વડોદરા શહેરનું નામ રોશન કરેલ છે. તાજેતરમાં જાહેર થયેલ UPSC પરીક્ષાના પરિણામો માં હર્ષિતા ગોયલ ના નામ ની જાહેરાત સાથે તેના પરિવાર તેમજ બી.આર. જી ગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કૂલ માં ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો હતો.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી હર્ષિતા ગોયલ દ્વારા વર્ષ 2015 માં ઊર્મિ સ્કૂલ ખાતે થી CBSE ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા આપવામાં આવી હતી. જે બાદ એમ.એસ. યુનિવર્સિટી ખાતે સ્નાતક ની ડિગ્રી પ્રાપ્ત કરી ને સી.એ નો અભ્યાસ હર્ષિતા દ્વારા કરવામાં આવેલ હતો. હર્ષિતા ગોયલની અભૂતપૂર્વ સિદ્ધિ બદલ બી.આર.જી ગ્રુપ પરિવાર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
Reporter: admin