આજે અખાત્રીજ ભગવતી મહાલક્ષ્મી પરમ કૃપા પ્રાપ્ત માટે આજનો દિવસ એ વણપૂછ્યું મુહૂર્ત છે જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી એ ઉલ્લેખ્યું હતું કે આજે ૨૭ વર્ષ પછી બુધવાર અને રોહિણી નક્ષત્ર નો સંયોગ છે
સાથે આજે વૃષભ રાશિ માં ગુરૂ અને ચંદ્ર ની લક્ષ્મી યોગ ની યુતિ છે તો આજે લક્ષ્મીનારાયણની પરમ કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અવસર આજના દિવસે ખાસ કરીને ભગવાન લક્ષ્મીનારાયણની ભક્તિ કરવી અખાત્રીજ એટલે દાન પુણ્ય વ્રત જપ તપ અને સ્નાનનો દિવસ અખાત્રીજ એટલે અક્ષય તૃતીયા અક્ષય એટલે કે જેનો ક્ષય નથી તે જે અખંડ છે માટે આજના દિવસે કરેલું કાર્ય એ અક્ષય રહે છે એટલે કે અખંડ રહે છે માટે આજના દિવસે કરેલા દાનનું એક વિશેષ મહિમા છે ખાસ કરીને જે ઘરમાં છે તેમને વ્યાપારમાં ઉપદ્રવ છે અને ચિંતાઓ અને ભય રહ્યા કરે છે તેમને ખાસ કરીને આજના દિવસે વિદ્વાન બ્રાહ્મણો જોડે સંપુટ શ્રી સૂક્તના પાઠ કરાવવા જોઈએ ખાસ કરીને વિષ્ણુ સહસ્ત્રના પાઠ પણ કરવા જોઈએ
આજે મહાલક્ષ્મીનો યજ્ઞ યાગાદી કાર્ય,શ્રી યાગ કરાવવા લાભ કારી આજના દિવસે ખાસ કરીને તીર્થ સ્થાન વ્રત અને પિતૃ તર્પણ પણ અક્ષય ફળ આપનાર રહે છે માટે જે જાતકોને શનિની પનોતી ચાલતી હોય અથવા અશુભ ગ્રહોની પીડા હોય તો દરેક જાતકોએ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા લાભકારી રહે સાથે ભગવતી મહાલક્ષ્મીને સફેદ કમળના પુષ્પ અર્પણ કરવા, ખીર નું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. જે જાતકોને બીમારી થી પીડાતા હોય તે દરેક જાતકોએ આજના દિવસે અચ્યુતાય નમઃ અનંતા એ નમઃ ગોવિંદાય નમઃ આ મંત્રની ત્રણ માળા કરવી લાભકારી રહે ખાસ કરીને આજ ના દિવસે હળદર,પીળી સરસવ,ચંદન,માટીના વાસણો કે ઘડો, સોના ચાંદી ની ખરીદી લાભકારી રહે
જ્યોતિષાચાર્ય સત્યમ મહેન્દ્રભાઈ જોષી
Reporter: admin







