News Portal...

Breaking News :

નવાયાર્ડની રામેશ્વર ચાલીમાં બેનર્સ લગાવાયા

2025-04-30 10:06:08
નવાયાર્ડની રામેશ્વર ચાલીમાં બેનર્સ લગાવાયા


ભારતીય નાગરીક્તા ધરાવતા લારીવાળા અને ફેરિયાઓએ જ પ્રવેશ કરવાના બેનર્સ લાગ્યા...



વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા રામેશ્વર ચાલીમાં લારીવાળા અને ફેરિયાઓને ભારતીય નાગરિકતાનો પુરાવો ચેક કરીને ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને એનાં પોસ્ટર પણ ચાલીમાં લગાવવામાં આવ્યાં છે, જેમાં લખવામાં આવ્યું છે કે રામેશ્વર ચાલીમાં ભારતીય નાગરિકતા ધરાવતા લારીવાળા તથા ફેરિયાઓને પ્રવેશ કરવો. ઓળખપત્ર અને આધારકાર્ડ પુરાવો બતાવવો ફરજિયાત રહેશે.


ઉલ્લેખનિય છે કે પહલગામ હુમલા બાદ રાજ્ય સરકારે ગુજરાતમાં વર્ષોથી ઘુસણખોરી કરીને ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી ઘુસણખોરો સામે પણ મોટી કાર્યવાહી શરુ કરી છે અને વડોદરામાંથી 9 બાંગ્લાદેશી પણ પકડાયા છે જ્યારે 66 બાંગ્લાદેશીઓ શંકાસ્પદ જણાતા હાલ તેમના વેરીફીકેશનની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સામાન્ય લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેના પગલે હવે આ પ્રકારના બેનર્સ લાગી રહ્યા છે જેમાં ભારતીય નાગરીકતા ધરાવતા લારીવાળા અને ફેરીયાવાળા પાસેથી જ ચીજ લેવાનો આગ્રહ કરાઇ રહ્યો છે.

Reporter: admin

Related Post