વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધરસુરી મહારાજની આજ્ઞાનુંવર્તી મૌન સાધક જૈન મુનિરાજ વિશ્વેન્દ્ર વિજય મહારાજે જણાવ્યું હતું કે આજે સૌભાગ્યલક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘ ખાતે વલ્લભ સુરી મહારાજની ગુણાનુંવાદ ધર્મ સભા યોજાઈ હતી. ગુરુદેવ ની ૭૦ મી પુણ્યતિથી નિમિત્તે ૭૦ દીપક પ્રગટાવા માં આવ્યા હતા.
દરમિયાનમાં સૌભાગ્યલક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘના પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે આવતીકાલે બપોરે વડોદરા શહેરના જૈન સંઘો તથા પાદરા જંબુસર છાણી કરજણ વગેરે સ્થળો ઉપર વલ્લભ સૂર્ય મહારાજની 70 મી પુણ્યતિથિ નિમિત્તે 1,000 થી વધારે આયંબિલ તપ ભાવિકો દ્વારા કરવામાં આવશે આનો સંપૂર્ણ લાભ આકલાવ નિવાસી પ્રેમીલાબેન કાંતિલાલ શાહ પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યારબાદ સાંજે 8:00 વાગે "એક શામ વલ્લભ કે નામ" કાર્યક્રમ યોજાશે.વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે વલ્લભસુરી મહારાજ વડોદરામાં જ મણજાની શેરીમાં જન્મ થયો હતો અને પંજાબ કેસરી તરીકે તેઓ જાણીતા બન્યા હતા હિન્દુસ્તાનના ભાગલા પડ્યા ત્યારે તેઓ હાલના પાકિસ્તાનના ગુજરાવાલામાં હતા. અને સરકારે એમને હિન્દુસ્તાન પાછા આવવાનું કીધું ત્યારે એમને જણાવ્યું હતું કે મારી સાથેના તમામ હિન્દુ તથા જૈન પરિવારોને પણ હિન્દુસ્તાન લાવવાની વ્યવસ્થા કરશો તો જ હું આવીશ અને તેઓ બધાને હેમખેમ પાછા હિન્દુસ્તાન લાવ્યા હતા.
વડોદરામાં પણ મહાવીર જૈન વિદ્યાલય તથા વિજય વલ્લભ હોસ્પિટલ એમની પ્રેરણાથી ચાલે છે ભારતભરમાં પણ અનેક શૈક્ષણિક સંસ્થાઓ આચાર્ય વલ્લભસુરી મહારાજે સ્થાપેલી છે. મોતીલાલ નહેરુ ને વલ્લભસુરી મહારાજે ટકોર કરતા તેમને સિગરેટ પીવાનો ત્યાગ કર્યો હતો. આ ગુરુદેવના નિધન ઉપર મુંબઈનું શેર બજાર પણ બંધ રહ્યું હતું. દરમિયાનમાં રવિવારે સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘ થી ૬૮ દિવસ થી ચાલતી " નવકાર પીઠિકા" નો વરઘોડો રથયાત્રા વલ્લભ ગુરુની વિશાળ છબી સાથે સવારે ૭.૩૦ કલાકે વાજતે ગાજતે મયુરીબેન જયેશભાઈ શાહ ના ગૃહ જિનાલયે જશે અને પરત ફરશે ત્યારબાદ ૧૦ વાગે સંઘના બાળક બાલિકા દ્વારા "નવકાર વલ્લભ રંગારંગ " સ્ટેજ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં 105 વર્ષીય વયોવૃદ્ધ જૈન મુનિરાજ વિનયરત્ન વિજયજી મહારાજ તથા પરમ પૂજ્ય સાધ્વી નયપ્રજ્ઞા મહારાજ તથા પ્રશમરત્ના મહારાજ સાહેબ આદીઠાણા નિશ્રા પ્રદાન કરશે એમ જૈન અગ્રણી દિપક શાહે જણાવ્યું હતું
Reporter: admin