કેરળ : ભાજપના સાંસદ સુરેશ ગોપી, જેઓ એક અભિનેતા છે, તેમણે કહ્યું કે, હું પહેલાની જેમ કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ફી લઈશ અને તેનો ઉપયોગ સામાજિક કાર્યો માટે કરીશ.
કેરળના વતની સુરેશ ગોપી અભિનેતામાંથી રાજકારણી બન્યા છે અને થ્રિસુર બેઠક જીતીને લોકસભામાં પહોંચીને ભાજપને એક ઐતિહાસિક જીત અપાવી છે. કારણ કે પહેલીવાર કેરળનો કોઈ વ્યક્તિ ભાજપની ટિકિટ પર જીતીને સંસદમાં પહોંચ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. ભાજપે તેમને કેબિનેટમાં સ્થાન આપ્યું અને તેમને કેન્દ્રીય પ્રવાસન અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી બનાવ્યા છે.
પરંતુ સુરેશ ગોપીને હજુ પણ અભિનયમાં ખૂબ જ રસ છે. તેથી, તેમણે જીત બાદ તરત જ જાહેરાત કરી કે તે ફિલ્મોમાં અભિનય ચાલુ રાખશે. તેમણે એમ પણ કહ્યું કે હું જે કંઈ કમાણી કરું છું, તેનો એક ભાગ લોકો અને સમાજના કલ્યાણ માટે ખર્ચ કરીશ.' આ કારણે લોકો તેના ખૂબ વખાણ કરે છે. પરંતુ હાલમાં જ તેણે એવું નિવેદન આપ્યું હતું જેના પર સવાલો ઉઠવા લાગ્યા હતા.
Reporter: News Plus