નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસે જશે. તેઓ 8 અને 9 જુલાઈના રોજ રશિયામાં રહેશે. આ દરમિયાન PM મોદી 22 મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે.
PM મોદીને ખુદ વ્લાદિમીર પુતિને રશિયા આવવાનું આમંત્રણ આપ્યું હતું. ત્રીજી વખત PM બન્યા બાદ નરેન્દ્ર મોદીની રશિયાની આ પ્રથમ મુલાકાત હશે. અગાઉ તેઓ 2019 માં રશિયા ગયા હતા. આ પાંચ વર્ષમાં ઘણા વિકાસ થયા છે. ઉદાહરણ તરીકે, કોરોના, યુક્રેન યુદ્ધ, અમેરિકા-રશિયા તણાવ અને ઘણું બધું. આવી સ્થિતિમાં બદલાતા સમીકરણો વચ્ચે PM મોદીની આ મુલાકાત પર દુનિયાની નજર રહેશે.બીજી તરફ PM મોદીના સ્વાગત માટે રશિયામાં મોટા પાયે તૈયારીઓ કરવામાં આવી રહી છે.
તેઓ આજે રશિયા ની રાજધાની મોસ્કો પહોંચશે. તેમના સ્વાગત માટે મોસ્કો શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. વિવિધ સ્થળોએ સ્વાગત દ્વાર બનાવવામાં આવ્યા છે. PM ના સ્વાગત માટે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ માટેનું રિહર્સલ ત્યાં ચાલી રહ્યું છે. PM મોદીના સ્વાગત માટે ડાન્સ અને ગીતો રજૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત અનેક પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. ભારતીય સમુદાયના લોકો PM મોદીનું સ્વાગત કરવા આતુર છે.
Reporter: News Plus