ખાવડા : ફરી એકવાર કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભારત-પાક સરહદે 2.6 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હોવાની માહિતી છે.
વહેલી સવારે 4.45 કલાકે આંચકો આવતા લોકોમાં ભયના માહોલ સર્જાયો હતો. માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 34 કિમી દૂર નોંધાયું છે. જો કે, સદનસીબે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિના કે નુકસાનના સમાચાર નથી.ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડા નજીક કચ્છમાં ફરી એકવાર ધરા ધ્રૂજી છે. લોકોએ વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવ્યા છે.
માહિતી મુજબ, ભારત-પાક સરહદે 2.6 ની તીવ્રતાનો આચંકો આવતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે 4.45 કલાકે ભૂકંપનો આંચકો આવ્યા હોવાની માહિતી છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 34 કિમી દૂર હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી નુકસાનની માહિતી નથી.
Reporter: News Plus