લેક્ષીન્ગટન : સેન્ટ્રલ મિસિસિપીમાં શનિવારે વહેલી સવારે ત્રણ લોકો માર્યા ગયા હતા અને અન્ય આઠ ઘાયલ થયા હતા જ્યારે રમત સમાપ્ત થયાના કેટલાક કલાકો પછી આઉટડોર ટ્રેલ પર શાળાની ઘર વાપસી ફૂટબોલ જીતની ઉજવણી કરી રહેલા કેટલાક સો લોકોના જૂથ પર ઓછામાં ઓછા બે લોકોએ ગોળીબાર કર્યો હતો,
અધિકારીઓએ જણાવ્યું હતું. ''ગન-કલ્ચર'' ને જો બાયડેને નાથવા કાનૂન ઘડવા પ્રયત્નો કર્યા પરંતુ, બંદૂકના વ્યાપારીઓના ઉગ્ર વિરોધ સામે તેમનું ચાલ્યું નહીં. જેથી લગભગ દર સપ્તાહે અમેરિકામાં ગન-ફાઈટના સમાચારો મળે છે.આવી જ એક ઘટના તાજેતરમાં માત્ર 16000ની વસ્તી ધરાવતાં લેક્ષીન્ગટનમાં બની હતી. શહેરથી ત્રણેક કિ.મી. જ દૂર એક ફૂટબોલ ગેઈમમાં શહેરના વિદ્યાર્થીઓએ મેળવેલા વિજયની ઉજવણી કરવા એકઠા થયેલા 200થી 300 માણસો ઉપર બે બંદૂકધારીઓએ ઓચિંતા ગોળીબાર શરૂ કરતાં 19 વર્ષના બે યુવાનો અને એક 25 વર્ષના યુવાનનું મૃત્યુ થયું હતું.
આઠેકને ઈજાઓ થઈ હતી. આ સાથે નાસભાગ શરૂ થઈ હતી. ઘાયલ થયેલાઓને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવાયા હતા.આ માહિતી આપતાં હોમ્સકાઉન્ટીના શેરીફ વીવી માર્ચે કહ્યું હતું કે વાસ્તવમાં શનિવારે સવારે લેક્ષીન્ટનથી 3 કી.મી. દૂર આવેલી ફૂટબોલ મેચમાં શહેરની ફૂટબોલ ટીમ વિજયી થતાં તેને સહર્ષ આવકારવા ૨૦૦થી ૩૦૦ માણસો એકત્રિત થયા હતા ત્યાં બે બંદૂકધારીઓએ ઓચિંતી ગોળીબાર શરૂ કરતાં બે 19 વર્ષના અને એક 25 વર્ષના યુવાનનું મૃત્યુ થયું હતું અન્ય 8ને ઈજાઓ થઈ હતી. તે પછી ભારે નાસભાગ પણ થઈ હતી. આ ગોળીબાર કરનારાઓની ધરપકડ કરાઈ છે પરંતુ ગોળીબાર પાછળનું ચોક્કસ કારણ હજી સુધી જણાયું નથી.
Reporter: admin