વડોદરા શહેરના ફતેપુરા ત્રણ રસ્તા પાસેના વિસ્તારમાં પાણીની લાઇનમાં ફુવારા ઉછળ્યા હતા. પીવાના પાણીનું વેડફાડનું ઉત્તમ ઉદાહરણનાં દ્રશ્ય લીકેજ થતા રસ્તા પર થયા પાણી પાણી.
પીવાની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા ત્રણથી ચાર ફૂટ જેટલા ઊંચા ફુવારા ઉછળ્યા હતા.અગાઉ પણ કેટલી વાર શહેરમાં આવી સમસ્યા જોવા મળે છે.પીવાના પાણીના ભંગાણને લઈ વહીવટી તંત્ર પર ઉઠ્યા સવાલો.ત્યારે આજે વધુ એકવાર ફતેપુરા વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજ જોવા મળતા સામાજિક કાર્યકર એ પાલિકા ના અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી મળતું નથી અને બીજી બાજુ પાણીનો ફેરફાર થઈ રહ્યો છે.
પાલિકાના બે જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરના કારણે નાગરિકોને હેરાન પરેશાન થવું પડે છે. જોકે સ્થાને કોઈ જણાવ્યું હતું કે કોઈપણ દિવસ આવી રીતે પાણીના ફુવારા ઉછાળીયા નથી આ જે બનાવ છે એ પહેલી વખત થયો છે. કહેવાય છે કે કોન્ટ્રાક્ટર કામ કર્યું હોય અને એની નિષ્કાળજીના કારણે બનાવ બન્યો હોય તેવું લાગી રહ્યું છે.
Reporter: News Plus