વડોદરા : શહેરમાં આવતા શાકભાજીના ભાવ હાલમાં આસમાને પહોંચી ગયા છે. ચોમાસાના પ્રારંભમાં શાકભાજીના ભાવ ઉચકાય છે એટલું જ નહીં પણ ઉનાળામાં શાકભાજીના ભાવ કરતા પણ ચોમાસાના પ્રારંભમાં ભાવ વધુ ઊંચા ગયા છે.
મોટાભાગની શાકભાજીઓ છૂટક બજારમાં ૪૦ થી ૬૦રૂપિયા અઢીસોના ભાવે હાલ બજારમાં વેચાઈ રહી છે. સામાન્ય દિવસોમાં 60 રૂ મળતા શાકભાજી ૧૫૦ રૂ કિલો પર પહોંચ્યા છે.ઉનાળુ શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શાકભાજી વેચનાર વેપારીઓનું કહેવું છે કે, ચોમાસામાં વરસાદના પગલે શાકભાજીનું ઉત્પાદન ઘટે છે. વરસાદ આવે છે પણ શાકભાજીનું બળી જવું કે છોડમાં જીવાતો થવાના કારણે જોઈએ તેટલો ઉતારો આવતો નથી. આથી વેપારીઓ ઓછા ઉત્પાદનમાં ખરીદી કરે છે અને વધુ ભાવ ચૂકવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વેપારીઓનું માનવું છે કે આ પ્રકારનો ભાવ વધારો એક મહિનો હજુ રહેશે.
મધ્ય ગુજરાતમાં પાદરાથી થી શાકભાજી આવે છે. અહીં બટાકા, ટમેટા, કોબી અને કોથમરી બહારથી આવે છે. જ્યારે કોબી, ફ્લાવર, તુરીયા, રીંગણાં બધું અહીંથી ઉત્પાદિત થાય છે. અહીંયા ઉત્પાદન નહી થવાથી બહારથી શાકભાજી આવે છે જેને પરિણામે ચોમાસામાં હાલ થોડો સમય માટે ભાવ ઊંચકાય છે. ક્યારેક વધુ અછતના પગલે મહારાષ્ટ્ર, બેંગ્લોર તરફથી ટામેટા મંગાવવામાં આવે છે. જ્યારે મોટાભાગે આંતર જિલ્લાઓમાંથી શાકભાજી મંગાવવામાં આવતા હોવાથી ટ્રાન્સપોર્ટેશનના કારણે ભાવ ઊંચકાય છે.
Reporter: News Plus