લા'ક્રુએસ : અમેરિકાનાં દક્ષિણનાં રાજ્ય ન્યૂ મેક્સિકોનાં લા'ક્રુએસ શહેરનાં યંગપાર્કમાં રાત્રે ચાલતા એક કાર્યક્રમ સમયે એક બંદૂકધારીએ અચાનક અંધાધૂંધ ગોળીબાર કરતાં ત્રણના મોત નીપજ્યા છે અને 14ને ઇજા થઇ છે.
આ ગોળીબાર કરનાર એક જ વ્યક્તિ હોવા સંભવ છે. છતાં એકથી વધુ વ્યક્તિઓ પણ હોઈ શકે તેમ પોલીસનું માનવું છે. જો કે અંધારાનો લાભ લઈ ગોળીબાર કરનાર નાસી છૂટયો હતો. પોલીસ તેઓની તપાસ કરી રહી છે. આ ઘટના 850 સાઉથ વોલનટ સ્ટ્રીટ પર આવેલાં યંગ પાર્કનાં પાર્કીંગ પ્લોટ પાસે બની હતી.આ ઘટના જાણી પોલીસ તુરંત જ તે સ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ગોળીબાર કરનારા નાસી છૂટયા હતા.
પોલીસ પહોંચી ત્યારે ત્યાં અનેક ઇજાગ્રસ્તો તેણે જોયા. તેઓને તુર્ત જ સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. પોલીસે તુર્ત જ એમ્બ્યલન્સો બોલાવી ઇજાગ્રસ્તોને સ્થાનિક હોસ્પિટલમાં પહોંચાડયા પરંતુ કેટલાકને ભારે ઇજાઓ થઇ હતી તેથી તેમને ટેક્સાસનાં અલ-પાસોની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાં પડયાં હતાં. ગોળીબાર કરનારો કે કરનારા પકડાઈ પણ જશે. પરંતુ તે પ્રશ્ન સતત અનુત્તર રહે છે કે અમેરિકાનું ગન કલ્ચર ક્યારે જશે ? કદાચ કદીયે નહીં.
Reporter: admin







