ધોળકા: રામપર ગામ પાસે આવેલી નર્મદા કેનાલમાં ઠાસરાના પ્રેમી પંખીડાએ ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે બંનેના મૃતદેહ બહારને પીએમ માટે ખસેડી તેમના પરિવારનો સંપર્ક કરી આગળની તપાસ હાથ ધરી છે.ધોળકા-ખેડા હાઇવે પર આવેલા ધોળકા તાલુકાના રામપુર ગામની નર્મદા કેનાલમાં એક મહિલાનો મૃતદેહ જોવા મળતા સ્થાનિકોએ ધોળકા નગરપાલિકાના ફાયર વિભાગ અને ધોળકા પોલીસને જાણ કરી હતી.
મહિલાનો મૃતદેહ મળ્યો પણ પુરુષનો ન મળ્યો
ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર વિભાગે મહિલાનો મૃતદેહ બહાર કાઢયો હતો પરંતુ પુરૂષનો કોઈ અતોપત્તો મળ્યો નહોતો. ફાયર બ્રિગેડ બીજા દિવસે સુધી શોધખોળ હાથ ધરી પુરૂષનો મૃતદેહ બહાર કાઢયો હતો.કેનાલ પાસે એક રિક્ષા મળી આવી હતી તેના આધારે ધોળકા પોલીસે તપાસ હાથ ધરી હતી.
બંને સાથે મજૂરી કામ કરતા હોય બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા
પ્રાથમિક તપાસમાં બંને સાથે મજૂરી કામ કરતા હોય બે દિવસ પહેલા ઘરેથી નીકળી ગયા હતા અને ધોળકાની નર્મદા કેનાલમાં જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળી રહે છે. પોલીસે બંનેના મૃતદેહોને ધોળકાની સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડી તેમના પરિવારનો સંપર્ક કરી આગળની તપાસ હાથ ધરી છે.
Reporter: admin







