News Portal...

Breaking News :

વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો

2024-07-01 10:32:55
વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો


નડિયાદ : ખેડા જિલ્લામાં વીજ કરંટ લાગવાથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. માતર તાલુકાના મહેલજ ગામમાં દુકાનનું શટલ ખોલતી વખતે મહિલા અને તેના બે પુત્રોને કરંટ લાગ્યો હતો. આ ઘટનાક્રમમાં એકનો આબાદ બચાવ થયો છે. જે હાલ સારવાર હેઠળ છે .


વરસાદના કારણે શટર માં કરંટ ઉતરતા ૩ના મોતની ઘટના બની હતી . માતર તાલુકાના મહેલેજમાં બહારપુરા વિસ્તારમાં રહેતા સાજીદખાન પઠાણની અનાજ કરિયાણાની દુકાન આવેલી છે.  રવિવારે બપોર બાદ તેઓનો પુત્ર ઓવેશ (ઉ.વ.૧૭ ) ઘરમાં આવેલ દુકાન ખોલવા ગયા હતા. વરસાદના કારણે શટર ભીનું થયું હતું જેવા દુકાન ખોલવા માટે શટર ને હાથ અડાવ્યું તરત કરંટ લાગતા તેઓએ બૂમ પાડતા બાજુમાંથી તેની માતા યાસ્મીનબાનુ પઠાણ દોડી આવ્યા હતા અને પુત્રને બચાવવા જતા તેમને પણ વીજ કરંટ લાગ્યો હતો.


આ જોઈ પાડોશમાં રહેતા સોહેલ પણ બચાવવા દોડતા તે પણ વીજ કરંટ ભોગ બન્યા હતા. આમ ત્રણ વ્યક્તિઓને કરંટ લાગતા તેમની હાલત નાજુક બની હતી. તાત્કાલિક તેમને સારવાર માટે દાખલ કર્યા હતા જોકે સારવાર મળે તે પહેલા તેમનું અવસાન થયું હતું. મોડી સાંજે પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ ખસેડયા હતા. પોલીસે જણાવ્યું કે, આ મામલે અપમૃત્યુની નોધ કરવામાં આવનાર છે. બનાવને પગલે માતર મામલતદાર , ડિઝાસ્ટર લાયઝન અધિકારીઓ અને માતરના ધારાસભ્ય દોડી આવ્યા હતા. આ બનાવમા એક વ્યક્તિ સારવાર હેઠળ હોવાનું બિસ્મિલ્લાખાન પઠાણે જણાવ્યું હતું.

Reporter: News Plus

Related Post