ઘોઘંબાના સીમલીયા ગામની સીમમાં તરસ લાગતા ખાડામાં પાણી પીવા ગયેલી કિશોરી ખાડામાં ગરક થઇ ગઈ હતી જેને બચાવવા જતા અન્ય બે કિશોરી પણ તેમાં પડતા ત્રણ કિશોરીઓના કરુણ મોત નિપજ્યા છે.
મળતી વિગતો અનુસાર ઘોઘંબાના સીમલીયા ગામે બકરી ચરાવવા માટે ગયેલી ત્રણ કિશોરી પૈકી એકને તરસ લાગતાં ખાડામાં પાણી પીવા ગઈ હતી.કોતરમાં પાણી સંગ્રહ માટે બનાવવામાં આવેલા પાણી ભરેલા ખાડામાં તે પાણી પીવા ગઈ હતી. જ્યાં અચાનક આ કિશોરીનો પગ લપસતાં તે ખાડામાં ગરક થઇ ગઈ હતી. જેને બચાવવા અન્ય બે કિશોરીઓ પણ ગઈ હતી.
જેના પગલે ત્રણેયના ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. આજુબાજુના ખેતરોમાં કામ કરતાં ઉપસ્થિતિઓને જાણ થતાં પાણી માં ડૂબી ગયેલી કિશોરીઓ ને બહાર કાઢવામાં આવી હતી. એક જ ફળિયા અને કુટુંબની ત્રણ માસૂમ કિશોરીઓના અકાળે મોત નિપજતાં મંદિર ફળિયામાં શોક ની કાલિમા છવાઈ ગઈ છે. ત્રણ કિશોરી પૈકી એકની ઉંમર પાંચ વર્ષ અને બે કિશોરીઓની ઉંમર 12 વર્ષ છે.
Reporter: News Plus