વડોદરાના ડભોઇ રોડ ઉપરથી કિશોરીનું અપહરણ કરી લઇ ગયેલા યુવાનને પોલીસે મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યો છે.
મળતી વિગતો અનુસાર ડભોઇ રોડ ઉપર રહેતા વંદનાબેન આશિષ પટેલ દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી કે તેઓની 17 વર્ષીય ભત્રીજીનું ગત 29 મે ના રોજ કોઈ ઈસમ અપહરણ કરી લઇ ગયેલો છે જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને પોલીસે સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ટેક્નીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ આધારે જરૂરી માહિતી એકત્ર કરી ગુમ થયેલ કિશોરીની તપાસ કરતા કિશોરી મહારાષ્ટ્ર ખાતે જતી રહેલી હોવાની માહિતી મળી હતી.જેના આધારે પોલીસ સ્ટાફના માણસોએ મહારાષ્ટ્ર ખાતે જઈ ગુમ થનાર કિશોરીના અલગ અલગ સંભવિત આશ્રય સ્થાનોની તપાસ કરતા તેમજ ટેક્નીકલ સર્વેલન્સ દ્વારા તપાસ કરતા ભોગ બનનાર કિશોરી તથા અપહરણ કરનાર યુવાન સુશીલ ઉર્ફે મોનુ રાજનાથ યાદવ ને થાણે મહારાષ્ટ્ર ખાતેથી શોધી કપુરાઈ પો.સ્ટે.ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Reporter: News Plus