વડોદરા : નૃત્ય "અભિલાષા" કથક પ્રોડક્શન માં પંડિત સુંદરલાલ ગંગાણી ની કૃતિઓ દ્વારા કથક નૃત્યના ત્રણ અલગ રૂપ દર્શાવવામાં આવ્યા આ રચનાઓનું સંગીત એવમ રીધમ સંચાલન પંડિત જગદીશ ગંગા ની દ્વારા કરવામાં આવેલ હતું પ્રથમ રચના પરબ્રહ્મમાં અંકશાસ્ત્ર સાથે બ્રહ્મ ને જોડી પ્રસ્તુતિ ડોક્ટર પ્રીતિ દામલે દ્વારા કરવામાં આવી.

ત્યારબાદ બીજી કૃતિ હે મુરારી દ્વારા પૌરાણિક કથા તેમ જ આધ્યાત્મ ને દર્શા અવતાર દ્વારા ની પૂર્ણતાથી દર્શાવવામાં આવ્યો આ પ્રોડક્શનની ત્રીજી કૃતિ ઝનકારમાં કથક ની ટેકનીક નો સમાવેશ કરવામાં આવે બધા જ વિદ્યાર્થીઓએ આ પ્રોડક્શનમાં ખૂબ જ સૌંદર્ય તેમજ ઉત્સાહ સભર પ્રસ્તુતિ આપી હતી આ કાર્યક્રમ ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરાના ઘણા કલા પ્રેમીઓએ પોતાની ઉપસ્થિતિ આપી

આ કથક પ્રોડક્શનનું નૃત્ય સંચાલન ડોક્ટર પ્રીતિ દામલી દ્વારા કરવામાં આવ્યું હતુંઆ પ્રસ્તુતિમાં અનેક વિદ્યાર્થીઓ જેમ કે વૃશાલી પાઠક, માય મોના, હર્ષિતા રાના, નેહા પઢીયાર, અમીશા તિવારી કશિશ ટેલર, દેવાશીશ મહારાના, કંગન કુંડું, થીલીની, કામાક્ષી તિવારી અન્યાય પોતાની પ્રસ્તુતિ આપી આ સંપૂર્ણ પ્રોડક્શન ને તૈયાર કરી મંચ પર પ્રસ્તુત કરતા સુધી આ વિભાગના અધ્યક્ષ તેમજ ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસાર નો ડિપાર્ટમેન્ટ ને ખૂબ જ સહકાર મળ્યો છે.આ પ્રોડક્શનના રેકોર્ડિંગમાં શિવમ સિંઘે પોતાનો અવાજ આપ્યો છે તથા દ્વેજ ગાંધર્વે તબલા તેમજ અજીત પરમારે કીબોર્ડ વગાડ્યું છે. ડફ દક્ષેશ પટેલ તેમજ ફ્લુટ ધવન કોઠારીએ વગાડી હતી.



Reporter: