News Portal...

Breaking News :

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા માંડવી સ્થિત મેલડી માતાના મંદિરે ફૂલોનો વિશેષ શણગાર

2025-03-30 12:29:31
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા માંડવી સ્થિત મેલડી માતાના મંદિરે ફૂલોનો વિશેષ શણગાર


વડોદરા : ચૈત્ર નવરાત્રી હિંદુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે અને નવ દિવસ સુધી ચાલી મુક્તિ, શક્તિ અને ભક્તિનું પ્રતિક છે. 


નવરાત્રીમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીનું મહત્વ વિશેષ છે, કારણ કે તે વસંત ઋતુની શરૂઆત સાથે સંકળાયેલ છે અને હિંદુ નૂતન વર્ષનો પણ આરંભ થાય છે ત્યારે વડોદરા શહેર માંડવી સ્થિતિ મેલડી માતાના મંદિરે વહેલી સવારથી માઈ ભગતો દર્શન માટે ઉમટી પડ્યા 


સાથે મેલડી માતાના મંદિરે માતાજી ને ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો સાથે દર રવિવારે મોટી સંખ્યામાં માઇ ભક્તો ની ભીડ જોવા મળે છે અને માઈ ભક્તો ની મનો કામના પૂર્ણ કરે છે.

Reporter: admin

Related Post