લોકસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં 42માંથી 29 બેઠકો જીતી હતી.તે જ સમયે,રાજ્યમાં ભાજપની બેઠકોની સંખ્યા 2019 માં 18 થી ઘટીને 12 થઈ ગઈ છે.
TMC રાજ્યસભાના સભ્ય ગોખલેએ 'X' પર પોસ્ટ કરતાં કહ્યું કે, 'હાલમાં લોકસભામાં ભાજપના સાંસદોનો આંકડો 240 છે અને I.N.D.I.A. ગઠબંધનના સાંસદોનો આંકડો 237 છે. પશ્ચિમ બંગાળના ભાજપના ત્રણ સાંસદો અમારા સંપર્કમાં છે અને ટૂંક સમયમાં સુખદ આશ્ચર્ય થશે. તે પછી ભાજપનો આંકડો ઘટીને 237 થઈ જશે જ્યારે I.N.D.I.A. ગઠબંધનના સાંસદોની સંખ્યા વધીને 240 થઈ જશે.લોકસભા ચૂંટણી 2024માં ભાજપે માત્ર 240 બેઠકો જીતી છે અને હાલમાં તે TDP, JDU જેવી ઘણી પાર્ટીઓ સાથે કેન્દ્રમાં ગઠબંધન સરકાર ચલાવી રહ્યો છે. આવી સ્થિતિમાં જો તેના જ ત્રણ સાંસદો પક્ષ બદલે તો મુશ્કેલી પડશે. બંગાળ ભાજપે સાકેત ગોખલેના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આવા દાવા પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે પાર્ટીનું રાજ્ય એકમ એકજૂટ છે.
Reporter: News Plus