જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના છત્રકલામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળોના જવાનો વચ્ચે થયેલા ગોળીબારમાં સેનાના પાંચ જવાન ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે.
ઈજાગ્રસ્તોમાં એક સ્પેશિયલ પોલીસ ઓફિસર (એસપીઓ) પણ સામેલ છે. ઈજાગ્રસ્ત જવાનોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાશ્મીર ટાઈગર નામના આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.જમ્મુ-કાશ્મીરના રિયાસી અને કઠુઆ બાદ હવે આતંકીઓએ ત્રીજો હુમલો કર્યો છે. આ વખતે આતંકવાદીઓએ ડોડા જિલ્લામાં સેનાના કામચલાઉ ઓપરેટીંગ બેઝ પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. જ્યારે પાંચ જવાન ઈજાગ્રસ્ત થયાના અહેવાલ મળી રહ્યા છે. હાલ રિયાસીના જંગલમાં અને ડોડામાં એન્કાઉન્ટર ચાલુ છે.
Reporter: News Plus