વડોદરા શહેરના નંદેસરી પોલીસે વિદેશી શરાબની હેરાફેરી કરતી કારને ઝડપી પાડીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે કાર સહિત વિદેશી શરાબ મળીને કુલ પાંચ લાખ ઉપરાંત મુદ્દા માલ કબજે લીધો છે.

નંદેસરી પોલીસ માટે સ્ટાફને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે 48 ઉપર દુમાડ ચોકડીથી વાસદ તરફ મારુતિ રિટઝ કારમાં વિદેશી શરાબનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવતા કારમાંથી મૂળ હરિયાણાના રહેવાસી દીપક અજીતસિંહ જાટ, મનદીપ રામકુમાર જાટ તેમજ અમિત સાધુરામ વાલ્મિકી મળી આવ્યા હતા.
કારમાં તપાસ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના 1164 પ્લાસ્ટિકના કોટરીયા મળી આવ્યા હતા. જેની કુલ કિંમત 3,95, 952 રૂપિયા આંકવા આવી હતી. જ્યારે પોલીસે બે મોબાઈલ ફોન,રોકડ રકમ અને કાર મળીને કુલ 5,62,152 નો મુદ્દામાલ કબજે લીધો છે.પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરીને દારૂનો જથ્થો સપ્લાય કરનાર હરિયાણાના પ્રવીણ નામના શખ્સ તેમજ કાર માલિકને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ હાથ ધરી છે.
Reporter: admin







