વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે દ. કોરિયામાં બેઠક કરી છે. દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થાના નેતાઓ ટેરિફ યુદ્ધની વચ્ચે બેઠક કરી રહ્યા છે.
આ બેઠકમાં નક્કી થશે કે આ બે મહાશક્તિઓમાં કોણ નમતું જોખે છે. ખાસ કરીને ત્યારે જ્યારે ચીન અમેરિકાને પછાડી સૌથી શક્તિશાળી દેશ બનવાની મહત્ત્વકાંક્ષા ધરાવે છે. આ બેઠક પર દુનિયાભરના દેશોની નજર છે ત્યારે ટ્રમ્પ અને જિનપિંગ રેર અર્થ એટલે કે દુર્લભ ખનીજો અંગે ચર્ચા કરી શકે છે. હાલ ખનીજો પર ચીનનું વર્ચસ્વ, દુનિયાના 70 ટકા દુર્લભ ખનીજ ચીન પાસે છે. જાપાનના 60 ટકા દુર્લભ ખનીજ ચીનથી આયાત કરવામાં આવે છે જ્યારે અમેરિકા સ્માર્ટફોન સહિતના ઉપકરણો બનાવવામાં આ ખનીજનો ઉપયોગ કરવામાં આવે છે.
છેલ્લા ઘણા સમયથી ટ્રેડ ડીલને લઈને પણ અમેરિકા અને ચીન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. એવામાં આજની બેઠકમાં આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. મીડિયા અહેવાલો અનુસાર અમેરિકા અમુક શરતો મૂકી ટેરિફ ઓછો કરવાની ઓફર આપી શકે છે. બેઠક પહેલા ટ્રમ્પે કહ્યું છે કે, મને લાગે છે કે ચીન સાથે શાનદાર ડીલ થશે જે દુનિયા માટે ઉપયોગી રહેશે. નોંધનીય છે કે ચીને દુર્લભ ખનીજોની નિકાસ પર કેટલાક પ્રતિબંધ લગાવ્યા છે. જે બાદ અમેરિકાએ ચીની સામાન પર વધારાના 100 ટકા ટેરિફની જાહેરાત કરી છે.
Reporter: admin







