વડોદરા : તરસાલીના કમલા પાર્ક સોસાયટીમાં રહેતો કુણાલ લક્ષ્મણભાઈ નાગરે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સવારે 6:00 વાગે ઘરે થી હું શેડો ફેક્સ કંપનીના હબ સેન્ટર ખાતે નોકરી પર આવ્યો હતો.
અમારી કંપની ખાતે અગાઉ હબ ઇન્ચાર્જ તરીકે નિલેશ સપકાલ નોકરી કરતા હતા. જેઓએ નોકરી દરમિયાન ભૂલ કરી હતી અને તપાસ બાદ તેઓને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા હતા.ગઈકાલે સાંજે સાડા સાત વાગે હું નોકરી પર હતો ત્યારે નિલેશ સપકાલ તથા તેના મિત્રો કરણ પાર્ટે, અમિત પવાર તથા અજય ઉત્તેકર આવીને મને કહેવા લાગ્યા હતા કે તમારા લીધે મારી નોકરી ગઈ છે અને તે કોઈ સપોર્ટ નથી કર્યો.
ત્યારબાદ તમામે ભેગા મળીને મને માર માર્યો હતો. અમારા ઓફિસર અને અન્ય સ્ટાફ દોડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા અને જતાં જતાં ધમકી આપી ગયા હતા કે તું નોકરી નહીં છોડે તો તને જાનથી મારી નાખીશું..
Reporter: admin







