વડોદરા : વાહન વ્યવહારથી ધમધમતા ચાર દરવાજા વિસ્તારના અતિ સંવેદનશીલ માંડવીથી ભદ્ર કચેરી અને પાણીગેટથી સરદાર એસ્ટેટ સુધીના રોડની બંને બાજુના કાચા પાકા દબાણો, હંગામી શેડ, મંડાયેલા રસના કોલા, તરબૂચના તંબુ રોડ રસ્તા પર લાગેલા શાકભાજીના પથારા સહિતના દબાણોનો સ્થાનિક પોલીસ કાફલાના સહકારથી દબાણ શાખાએ સફાયો કરીને ચાર ટ્રક જેટલો માલ સામાન કબ્જે કર્યો હતો.
પાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવવાની રોજિંદી કાર્યવાહીના બદલે કાયમી ધોરણે યોગ્ય ઉકેલ લાવવાથી રોડ રસ્તા ફૂટપાથ ખુલ્લા થઈ શકે છે.ઉલ્લેખનીય છે કે, પાલિકા તંત્ર દ્વારા શહેરમાં ચારે બાજુએ ગેરકાયદે દબાણોનો સફાયો કરવામાં આવી રહ્યો છે ત્યારે આવી રોજિંદી કાર્યવાહીમાં અતિ સંવેદનશીલ વિસ્તાર માંડવીથી ભદ્ર કચેરી સુધીના રોડ રસ્તા અને ફૂટપાથ પર થયેલા વાહન રીપેરીંગના કામ ચલાવો ગેરેજ સહિત શાકભાજીની લારીઓ, શેરડીના કોલા, કેરીના રસના તંબુના દબાણોનો દબાણ શાખાએ સફાયો કરતા રસ્તા ખુલ્લા થવાથી અકસ્માતો થવાની થઈ છે.
આવી જ રીતે પાણીગેટથી સરદાર એસ્ટેટ સુધી લાગેલા સ્પોર્ટ શૂઝના તંબુઓ, બરફ અને શેરડી રસના કોલા, કેરીના રસના તંબુઓના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા. આ તમામ જગ્યાએ પાલિકાની કામગીરી વખતે તમાશો જોવા એકત્ર થયેલા ટોળાઓને સ્થાનિક પોલીસ કાફલાએ કુનેહપૂર્વક હટાવતા દબાણ શાખાની કામગીરી સરળ થઈ હતી.
Reporter: admin