વડોદરા :શહેરના છાણીમાં પ્રીત બંગલોની બાજુમાં શ્રીજી દર્શનમાં રહેતા 68 વર્ષના લક્ષ્મીદાસ શામજીભાઈ કોટડીયાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અટલાદરા ગ્રામમાં આવેલી બિનખેતીની જમીન જેનું સર્વે નંબર 236 છે
તેના માલિક સજ્જનસિંહ વજેસિંહ ગોહિલ રહે ખાનપુર વડોદરા તથા માધવસંગ ગટોરભાઈ ટાંક રહે ફતેપુર તાલુકો જીલ્લો અમદાવાદ છે. મારા દીકરા ભાવેશ લક્ષ્મણદાસ કોટડીયાએ ડેવલોપમેન્ટ કરાર કર્યો હતો. જમીન માલિકોએ કોર્પોરેશનમાંથી રજા ચિઠ્ઠી મેળવી હતી. આ જગ્યા પર જગન્નાથ ડેવલોપર્સ નામની બંગલાની સ્કીમ માર્ચ 2025 થી શરૂ કરી છે. મારો દીકરો ભાવેશ ત્યાં બેસીને કન્સ્ટ્રકશનનું કામ કરે છે. આ સાઇટ પર વાઘજી ભરવાડ તથા મયંક રવજીભાઈ સોલંકી આવ્યા હતા અને કહ્યું હતું કે આ જમીન પર અમારો રજીસ્ટર બાનખત છે તમને ખબર નથી તમે કેમ કન્સ્ટ્રક્શનનું કામ શરૂ કર્યું છે.
જેથી મેં તેઓને કહ્યું હતું કે આ જમીન નીતિન વ્રજલાલ યાદવની છે અને મારો દીકરો ભાવેશ બાંધકામનું કામ કરે છે તમે નીતિનભાઈને મળજો મયંક અને ભાગ જે ભરવાડ કન્સ્ટ્રક્શન કામ બંધ કરવાની અને નહીં કરો તો ખરી ખરાબ પરિણામ આવશે તેવી ધમકી આપીને જતા રહ્યા હતા.
Reporter: admin