News Portal...

Breaking News :

મુખ્યમંત્રી સામે હરણી બોટકાંડમાં દીકરી ગુમાવનાર માતાએ ન્યાયની ગુહાર લગાવી CMએ કહ્યું,એજન્ડા સાથે આવ્યા છો!

2025-05-02 13:42:34
મુખ્યમંત્રી સામે હરણી બોટકાંડમાં દીકરી ગુમાવનાર માતાએ ન્યાયની ગુહાર લગાવી CMએ કહ્યું,એજન્ડા સાથે આવ્યા છો!


વડોદરા : આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વડોદરાના મહેમાન બન્યા હતા. વડોદરામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે 1156 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત -લોકાર્પણ કર્યું હતું. 


મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યાં જ અચાનક જ હરણી બોટકાંડની બે મહિલા બોલવા લાગી હતી.એ દોઢ વર્ષથી મળવા માંગીએ છીએ કોઇ મળવા દેતું નથી. આ સાથે ન્યાયની ગુહાર લગાવી હતી. આસમયે CMએ કહ્યું કે તમે કોઈ એજન્ડા સાથે પ્રીપ્લાનથી આવ્યા છો. મને મળીને જ જજો.


સ્પીચ પુરી થયા બાદ પોલીસ બંને મહિલાઓને બળજબરીથી પકડીને બહાર લઈ ગઈ હતી અને  મહિલાઓના અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રી આ મહિલાઓને મળ્યા હતી તેમની વાત સાંભળી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Reporter:

Related Post