News Portal...

Breaking News :

ડ્રાઇવરની ઉતાવળને કારણે એક મહિલાના પગ ઉપર બસનું વ્હિલ ફરી વળ્યું

2025-05-02 13:37:35
ડ્રાઇવરની ઉતાવળને કારણે એક મહિલાના પગ ઉપર બસનું વ્હિલ ફરી વળ્યું


વડોદરા:  રેલ્વે સ્ટેશન નજીક બસ ડ્રાઇવરની ઉતાવળને કારણે એક મહિલાના પગ ઉપર બસનું વ્હિલ ફરી વળ્યું હતું.



રાજમહેલ રોડ વિસ્તારમાં રહેતી પન્નાબેન મિસ્ત્રી ગોરવા વિસ્તારમાં રસોઈનું કામ કરી સિટિ બસમાં ઘર તરફ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન કડક બજાર નજીક બસમાંથી અન્ય પેસેન્જરની સાથે તેઓ છેલ્લે ઉતરી રહ્યા હતા. પન્નાબેન છેલ્લા પેસેન્જર હોવાથી ઉતરવા જાય તે પહેલા ડ્રાઈવરે બસ ઉતાવળે ઉપાડતા તેમણે બેલેન્સ ગુમાવ્યું હતું અને નીચે પટકાયા હતા. 



આ સાથે જ તેમના પગ ઉપર બસનું ટાયર ફરી વળતાં ગંભીર ઇજા થઈ હતી.મહિલાએ બુમાબૂમ કરતા રાહદારીઓ દોડી આવ્યા હતા અને 108 બોલાવી ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી હતી. સયાજીગંજ પોલીસે બનાવ અંગે ડ્રાઇવર સામે ગુનો દાખલ કર્યો છે.

Reporter: admin

Related Post