વડોદરા શહેરના વડોદરા શહેરના તરસાલી બસ સ્ટેન્ડ પાસે પીવાના પાણીના મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા રોડ પર પાણીનો વેડફાટ થયો હતો.
એક બાજુ નાગરિકોને પીવાનો ચોખ્ખું પાણી મળતું નથી અને બીજી બાજુ કોન્ટ્રાક્ટર ના બેદરકારીના કારણે પીવાના પાણીનો રોડ પર વહી જાય છૅ.શહેરમાં પાલિકાની પ્રિમોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. છાશવારે શહેરમાં પીવાના પાણીની લાઈનમાં લીકેજ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પરંતુ આજ દિન સુધી કોઈ નક્કર પગલા નહીં ભરવામાં આવતા પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે જેમાં ગત મોડી રાત્રે તરસાલી બસ સ્ટેન્ડ પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા હજારો લિટર પીવાના પાણીનો વેડફાટ થયો હતો.
શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો કકડાટ છે. નગરજનોને પીવાનું પાણી મળતું નથી, તેવામાં પીવાના પાણીની લાઈનોમાં લીકેજને કારણે ચોખ્ખા પીવાના પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે. મોડી સાંજે પીવાના મુખ્યલાઇનમાં બંગાળ સર્જાતા નાગરિકોને પાણીનો તંગી સહન કરવી પડી હતી. દર વખતે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે પીવાના પાણીનો બગાડ થાય છે. રોડ પર પાણીનો ફેરફાર થતા નાગરિકો પણ રોષે ભરાયા હતા. આવા કોન્ટ્રાક્ટર સામે પાલિકાએ કડક પગલાં ભરવા જોઈએ.
Reporter: News Plus