આગામી 7 મી જુલાઈનાં રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેમજ 17મી તારીખે મહોરમ પર્વ પ્રસંગ ભાઇચારા થી ઉજવણી થાય તે માટે અધિકારીઓ સહિત મુસ્લિમ હિંદુ આગેવાનો સાથે ડભોઇ તાલુકા સેવા સદન સભા હોલ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
ડભોઈ શહેર તાલુકા પંથકમાં આગામી 7 મી જુલાઈનાં રોજ ભગવાન જગન્નાથ રથ યાત્રાનું ડભોઈ નગરમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમજ 17 મી જુલાઈ ના રોજ મુસ્લિમ સમુદાયના મોહરમ પર્વ પ્રસંગે ડભોઈ નગરમાં શાંતિ અને સલામતીને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક ડી.એસ.પી રોહન આનંદ તેમજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની અધ્યક્ષતામાં તાલુકા સેવા સદન સભા હોલ ખાતે રાખવામાં આવી હતી આ પ્રસંગે ડભોઈ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા તેરા તુજ કો અર્પણ અંતર્ગત 5 ફરિયાદીઓને તેમના મોબાઈલ ફોન પરત આપવામાંઆવ્યા હતા.
નગરમાં આવતા આગામી હિન્દુ મુસ્લિમ તહેવારોને ધ્યાનમાં રાખી નગરપાલિકા, વીજ કંપની સહિત વિવિધ અધિકારીઓને તૈયારીનાં ભાગરૂપે આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, ડી.વાય.એસ પી આકાશ પટેલ, પી.આઈ. એસજે વાઘેલા સહિત પીએસઆઇ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. નગરમાં બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ તેવા સૂચનો કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: News Plus