News Portal...

Breaking News :

પારૂલ ઝોન:- છતી આંખે ધૃતરાષ્ટ્ર બનેલ પાલિકાના અધિકારીઓ કયારે જાગશે કારેલીબાગ વિસ્તારમાં બનાવેલ ઇમારત આગળ મહાકાય લોખંડી સ્ટ્રક્ચરની તપાસનું ભીનું સંકેલાયું

2024-07-04 13:48:08
પારૂલ ઝોન:- છતી આંખે ધૃતરાષ્ટ્ર બનેલ પાલિકાના અધિકારીઓ કયારે જાગશે કારેલીબાગ વિસ્તારમાં બનાવેલ ઇમારત આગળ મહાકાય લોખંડી સ્ટ્રક્ચરની તપાસનું ભીનું સંકેલાયું


પાલિકાની વ્હાલા દવલાની નીતિને પુરવાર કરતા તંત્ર દ્વારા કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી ચાર રસ્તા પાસે બનાવેલ ઇમારતના જોખમી સ્ટ્રક્ચર સામે હજી સુધી પાલિકાએ કડક કાર્યવાહી નહિ કરીને વ્હાલા દવલાની નીતિને જાણે કે પ્રોત્સાહન આપ્યું હોય એમ પુરવાર થયું છે.કેટલાક દિવસો પૂર્વે કારેલીબાગ વિસ્તારમાં આવેલ પાણીના ટાંકી પાસેના ચાર રસ્તા ખાતે બનાવેલ ઇમારતમાં કામચલાઉ લોંખંડી સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે.


આ લોખંડી સ્ટ્રક્ચર પાલિકાના ક્યાં વિભાગની જરૂરી પરવાનગી સાથે બનાવવામાં આવ્યું છે અને એન ઓ સી સહિત ઇમારતના માલિક પાસે બીયું સર્ટિફિકેટ છે કે કેમ એ અંગે તપાસ કરવાના અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. પરંતુ જાહેરમાં પહેલી જ નજરે દેખાઈ આવે એવી કારેલીબાગ સ્થિત આ ઇમારત પાલિકાના સત્તાધીશોને દેખાતી નથી. એક તરફ પાલિકાનું તંત્ર જર્જરિત ઇમારતો સામે કડક પગલાં ભરીને નક્કર કામગીરી કરી રહ્યું હોવાના દાવા કરે છે તો બીજી તરફ ગેરકાયદેસર બનાવેલ લોખંડી સ્ટ્રક્ચરવાળી ઇમારત સામે કાર્યવાહી નહિ કરવા અંગે આંખ આડા કાન કરવામાં આવે છે. પાલિકાની આ બેવડી નીતિ જ સાબિતી આપે છે કે સમાજના ઉંચા અને વગદાર લોકો ગમે તેવો ભ્રસ્ટાચાર કરે તેમની શાખ પર આંચ આવવી જોઈએ નહીં. કારેલીબાગ પાણીની ટાંકી પાસેના ચાર રસ્તા નજીક આવેલ આ ઇમારતની બાજુમાં નવી ઇમારત બની રહી છે. નવીન ઇમારત બનાવવા માટે પણ પાલિકા પાસે જરૂરી પરવાનગી ઇમારત બનાવનાર ઇસમે માંગી જ હશે ત્યારે પણ પાલિકાના જવાબદાર અધિકારીઓને આ લોખંડથી બનાવેલ ગેરકાયદેસર સ્ટ્રક્ચર નજરે આવ્યું નહિ હોય. આ લોખંડી સ્ટ્રક્ચરવાળી ઇમારત પર પારુલ યુનિવર્સિટી વડોદરા ઓફિસએ પ્રકારનું બોર્ડ મારવામાં આવ્યું છે. અગાઉ શહેરમાં લોંખડી સ્ટ્રક્ચર સાથે બનાવેલ ગેરકાયદે શેડ અને એન્ટ્રી ગેટ ધરાસાઈ થયા હોવાની ઘટનાઓ બની છે ત્યારે તંત્ર આ ઇમારતમાં પણ મોટી દુર્ઘટના સર્જાય એની રાહ જોતું હોય એમ લાગે છે. આ ઇમારત બનાવતી વખતે ઇમારત બનાવનારે જરૂરી પરવાનગી જેવી કે બીયું સર્ટિફિકેટ, ફાયર એન ઓ સી વિગેરે મેળવી જ હશે. કેમ કે પરમિશન વગર આ પ્રકારની કામગીરી કરવી અશક્ય છે. પાલિકામાં પરવાનગી આપતાં સંબધિત વિભાગના અધિકારી અને કર્મચારીઓની રહેમ નજર હેઠળ આટલું વિશાળ અને જોખમી સ્ટ્રક્ચર નિર્માણ થયું હશે. આ રસ્તેથી પસાર થનાર એક.સામાન્ય વડોદરવાસીને પણ મનમાં થતું હશે કે પોતાની માલિકીની જમીનમાં કે પ્લોટમાં મકાન બનાવતી વખતે કેટલાય પ્રકારની પરવાનગી ટાઉન પ્લાનિંગ વિભાગમાંથી લેવી પડે છે. આ માટે જરૂરી અને અગત્યના તમામ દસ્તાવેજો આપ્યા બાદ તેની ખરાઈ કર્યા બાદ પણ સરળતાથી મકાન બનાવનારને પરવાનગી મળતી નથી તેવા સમયે પારુલ યુનિવર્સિટીના નામે બનેલ આ ગેરકાયદેસર લોંખડી સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવામાં આવ્યું હશે એ વિચારવા જેવી વાત છે. 


શહેરના ગરીબ,શોષિત અને વંચિત સહિત મધ્યમ વર્ગના નાગરિકોને નિયમો હેઠળ કામગીરી કરાવતી પાલિકા આ ઇમારત સામે પણ દૃઢપણે કામગીરી કરીને પોતાની ફરજનિષ્ઠાને સાબિત કરે એ આવકાર્ય છે.પાલિકાની વ્હાલા દવલાની નીતિને પુરવાર કરતા તંત્ર દ્વારા કારેલીબાગ વિસ્તારમાં પાણીની ટાંકી ચાર રસ્તા પાસે બનાવેલ ઇમારતના જોખમી સ્ટ્રક્ચર સામે હજી સુધી પાલિકાએ કડક કાર્યવાહી નહિ કરીને વ્હાલા દવલાની નીતિને જાણે કે પ્રોત્સાહન આપ્યું હોય એમ પુરવાર થયું છે. કેટલાક દિવસો પૂર્વે કારેલીબાગ વિસ્તારમાં આવેલ પાણીના ટાંકી પાસેના ચાર રસ્તા ખાતે બનાવેલ ઇમારતમાં કામચલાઉ લોંખંડી સ્ટ્રક્ચર ઉભું કરવામાં આવ્યું છે. આ લોખંડી સ્ટ્રક્ચર પાલિકાના ક્યાં વિભાગની જરૂરી પરવાનગી સાથે બનાવવામાં આવ્યું છે અને એન ઓ સી સહિત ઇમારતના માલિક પાસે બીયું સર્ટિફિકેટ છે કે કેમ એ અંગે તપાસ કરવાના અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. પરંતુ જાહેરમાં પહેલી જ નજરે દેખાઈ આવે એવી કારેલીબાગ સ્થિત આ ઇમારત પાલિકાના સત્તાધીશોને દેખાતી નથી. એક તરફ પાલિકાનું તંત્ર જર્જરિત ઇમારતો સામે કડક પગલાં ભરીને નક્કર કામગીરી કરી રહ્યું હોવાના દાવા કરે છે તો બીજી તરફ ગેરકાયદેસર બનાવેલ લોખંડી સ્ટ્રક્ચરવાળી ઇમારત સામે કાર્યવાહી નહિ કરવા અંગે આંખ આડા કાન કરવામાં આવે છે. પાલિકાની આ બેવડી નીતિ જ સાબિતી આપે છે કે સમાજના ઉંચા અને વગદાર લોકો ગમે તેવો ભ્રસ્ટાચાર કરે તેમની શાખ પર આંચ આવવી જોઈએ નહીં.કારેલીબાગ પાણીની ટાંકી પાસેના ચાર રસ્તા નજીક આવેલ આ ઇમારતની બાજુમાં નવી ઇમારત બની રહી છે. નવીન ઇમારત બનાવવા માટે પણ પાલિકા પાસે જરૂરી પરવાનગી ઇમારત બનાવનાર ઇસમે માંગી જ હશે ત્યારે પણ પાલિકાના જવાબદાર અધિકારીઓને આ લોખંડથી બનાવેલ ગેરકાયદેસર સ્ટ્રક્ચર નજરે આવ્યું નહિ હોય. આ લોખંડી સ્ટ્રક્ચરવાળી ઇમારત પર પારુલ યુનિવર્સિટી વડોદરા ઓફિસએ પ્રકારનું બોર્ડ મારવામાં આવ્યું છે. અગાઉ શહેરમાં લોંખડી સ્ટ્રક્ચર સાથે બનાવેલ ગેરકાયદે શેડ અને એન્ટ્રી ગેટ ધરાસાઈ થયા હોવાની ઘટનાઓ બની છે ત્યારે તંત્ર આ ઇમારતમાં પણ મોટી દુર્ઘટના સર્જાય એની રાહ જોતું હોય એમ લાગે છે.  આ ઇમારત બનાવતી વખતે ઇમારત બનાવનારે જરૂરી પરવાનગી જેવી કે બીયું સર્ટિફિકેટ, ફાયર એન ઓ સી વિગેરે મેળવી જ હશે. કેમ કે પરમિશન વગર આ પ્રકારની કામગીરી કરવી અશક્ય છે. પાલિકામાં પરવાનગી આપતાં સંબધિત વિભાગના અધિકારી અને કર્મચારીઓની રહેમ નજર હેઠળ આટલું વિશાળ અને જોખમી સ્ટ્રક્ચર નિર્માણ થયું હશે. આ રસ્તેથી પસાર થનાર એક.સામાન્ય વડોદરવાસીને પણ મનમાં થતું હશે કે પોતાની માલિકીની જમીનમાં કે પ્લોટમાં મકાન બનાવતી વખતે કેટલાય પ્રકારની પરવાનગી ટાઉન પ્લાનિંગ વિભાગમાંથી લેવી પડે છે. આ માટે જરૂરી અને અગત્યના તમામ દસ્તાવેજો આપ્યા બાદ તેની ખરાઈ કર્યા બાદ પણ સરળતાથી મકાન બનાવનારને પરવાનગી મળતી નથી તેવા સમયે પારુલ યુનિવર્સિટીના નામે બનેલ આ ગેરકાયદેસર લોંખડી સ્ટ્રક્ચર કેવી રીતે બનાવવામાં આવ્યું હશે એ વિચારવા જેવી વાત છે. શહેરના ગરીબ,શોષિત અને વંચિત સહિત મધ્યમ વર્ગના નાગરિકોને નિયમો હેઠળ કામગીરી કરાવતી પાલિકા આ ઇમારત સામે પણ દૃઢપણે કામગીરી કરીને પોતાની ફરજનિષ્ઠાને સાબિત કરે એ આવકાર્ય છે.


Reporter: News Plus

Related Post