વડોદરાના માંજલપુર વિસ્તારના વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ચાલી રહેલા સત્સંગમાં વરસાદી બુંદરૂપે ભગવાનની કૃપા વરસતી હોવાના કારણે ભક્તોની સંખ્યામાં વધારો થતો જાય છે.
માંજલપુરના વ્રજધામ સંકુલમાં સત્સંગમાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના મુખે યમુનાજીના પ્રાગટ્ય વિષય પર ખૂબ સુંદર સમજાવતા કહ્યું કે યમુનાજીના પ્રાગટ્યથી ભાવવિભોર બનેલ અને જેમના દર્શનથી વલ્લભ દ્વારા યમુનાષ્ટકની સ્તુતિ કરી.યમુનાષ્ટક શ્રીવલ્લભ દ્વારા રચેલ ષોડષગ્રંથમાંનો પ્રથમ ગ્રંથ છે. અને યમુનાષ્ટકના પ્રથમ સ્લોક પર વધુ સમજાવતા કહ્યું હતું કે નમન એટલે પોતાના મનને ઈશ્વરના ચરણોમાં સમર્પિત કરવું આ નમન ભાવાત્મક હોવું જોઈએ. નમન નમનમાં ફેર હોય છે. બાળકના મનમાં મોટા પ્રત્યેનો ભાવ હોવાથી નમન કરે છે. આપણને ઘણા પ્રત્યે આદર હોય એટલે નમન કરીએ છીએ. પરંતુ જ્યારે આદરમાં શ્રદ્ધા ઉમેરાઈ જાય ત્યારે સહજ રીતે નમન થઈ જાય છે. આ ઉપરાંત દુર્જનને જોઈને ભયથી નમન કરવામાં આવતું હોય છે. જ્યારે કંટાળીને પણ ગુસ્સામાં, લાચારીમાં અને થકાનયુક્ત થવાથી નમન થઈ જતું હોય છે. ઘણા ભગવાનને ભયથી નમન કરતા હોય છે. એ ખોટું છે. ભક્તને ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ.
આ ભાઈની વાત કરતા પૂજ્યએ 84 વૈષ્ણવો માંથી પ્રખર વિદ્વાન રામાનંદ પંડિત અને મહાપ્રભુજીના પ્રસંગને ઉલ્લેખીને નિરૂપણ કર્યું હતું કે, રામાનંદ પંડિત ખૂબ જ્ઞાની હતા મહાપ્રભુજી સાથે શાસ્ત્રાર્થની ઈચ્છાથી આવ્યા પણ મહાપ્રભુજીના પ્રભાવથી એમની સામે મૌન થઈ ગયા, આવું બે વખત થયું ત્યારે રામાનંદે સરસ્વતીની આરાધના કરી. સરસ્વતીજીએ મનુષ્ય સાથે શાસ્ત્રાર્થમાં જીતનું વરદાન આપ્યું હતું એટલે પંડિત ફ઼રી શાસ્ત્રાર્થ કરવા ગયા હારી ગયા અને અંતે મહાપ્રભુજીએ પંડિતને પુષ્ટિમાર્ગ નું જ્ઞાન કરાવ્યું. ભક્ત સાથે બ્રહ્મસંબંધ બંધાયા પછી ભગવાન તેનો સાથ ક્યારેય છોડતો નથી.
Reporter: admin