સવાલ એ થાય છે કે યુનિવર્સિટીમાં ભણતા બે વિદ્યાર્થીઓ સુરેશ ભરવાડના ઘેર રાતના સમયે કેમ ગયા હતા...
વડોદરામાં હાહાકાર મચાવનારા રક્ષિતે 45 મિનીટમાં એવું તે શું કર્યું કે જેનાથી આખો દેશ હચમચી ગયો તે વિશે મહત્વની જાણકારી પોલીસને મળી છે. અકસ્માત સર્જતા પહેલા રક્ષિત અને તેના મિત્રો ક્યાં હતા તેની તપાસ કરવામાં આવી છે. અને આ 45 મિનીટ પછી જ રક્ષિતે કારેલીબાગમાં એક પછી એક ત્રણ ટુ વ્હીલરને અડફેટે લીધા હતા જેમાં 1 મહિલાનું મોત થયું હતું જ્યારે 8 ઘાયલ થયા હતા. રક્ષિતકાંડની ઘટનામાં પોલીસ તપાસમાં અકસ્માત પહેલાની 45 મિનિટ મહત્વની હોવાનું બહાર આવ્યું છે. અકસ્માત સ્થળથી આશરે સાડા ત્રણ કિલોમીટર દૂર મિત્રના ઘરે રક્ષિત મોપેડ લઇને પહોંચ્યો હતો. ત્યારબાદ પ્રાંશુ તેની વોક્સવેગન કાર લઇને ત્યાં જ પહોંચ્યો હતો.. જ્યાં ત્રણ મિત્રો ઘરમાં 45 મિનિટ સુધી રોકાયા બાદ અકસ્માતને અંજામ આપે છે. અહીં એક અતિ મહત્વની બાબત સામે આવી છે, જેમાં પોલીસ ફરીયાદ અને સીસીટીવીના સમયમાં તફાવત જોવા મળી રહ્યો છે. રક્ષિત ચોરસિયા અને તેના મિત્ર સુરેશ ભરવાડ મોપેડ લઇને ગધેડા માર્કેટ સ્થિત પારસ સોસા.માં ભાડે રહેતા સુરેશ ભરવાડના ઘરે પહોંચે છે. ત્યારે આશરે 10 વાગીને 33 મિનીટનો સમય સીસીટીવીમાં જોવા મળે છે. આ સમયે મોપેડ પણ રક્ષિતજ ચલાવતો હોવાનું સીસીટીવીમાં જોઇ શકાય છે. બન્ને ઘરે પહોંચ્યાંના આશરે 13 મિનીટ પછી પ્રાંશુ ચૌહાણ પોતાની વોક્સવેગન કાર લઇને સુરેશ ભરવાડના ઘરે પહોંચે છે, જે દ્રશ્યો ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા છે. સુરશે ભરવાડના ઘરે રક્ષિત અને પ્રાંશુ અંદાજીત 45 મિનીટ બાદ બહાર નિકળતા કેમેરામાં કેદ થયા છે. ઘરનો ગેટ ખોલ્યા બાદ પ્રાંશુ ડ્રાઇવીંગ સીટ પર જઇ બેસી જાય છે અને પાછળથી રક્ષિત ડ્રાઇવીંગ સીટ પરથી તેને હટાવી કાર પોતે ચલાવે છે. કાર પોતાના કબજામાં લઇ રક્ષિત ગધેડા માર્કેટથી નિકળી સંગમ ચાર રસ્તા પાસે પહોંચે છે અને સૌ પ્રથમ એક મોપેડ ચાલકને ટક્કર મારે છે. અહીં અતિ મહત્વની બાબત એ છે કે, અકસ્માત સર્જ્યા પહેલા રક્ષિત અને પ્રાંશુ ગધેડા માર્કેટ સ્થિત પારસ સોસા.માં રહેતા સુરેશ ભરવાડના ઘરે ત્રણે એકત્ર થાય છે, અને આશરે 45 મિનીટ સુધી ત્રણેયે ઘરમાં શું કર્યું ? જો પોલીસ તપાસમાં તેની ઉપરથી પડદો ઉઠે તો દૂધનું દૂધ અને પાણીનું પાણીનું થઇ શકે છે. હવે સૌ કોઇની નજર પોલીસ તપાસ ઉપર છે કે, અકસ્માત પહેલાની 45 મિનીટમાં સુરેશ ભરવાડના ઘરે શું થયું હતુ.

રક્ષિતે અકસ્માત બાદ અનધર રાઉન્ડ...ની બુમો કેમ પાડી હતી...ચોંકાવનારો ઘટસ્ફોટ
વડોદરા શહેરમાં હોળીની રાત્રે નશામાં ધૂત નબીરા રક્ષિત ચૌરસીયાની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. અકસ્માત સર્જ્યા બાદ નશીલા પદાર્થના સેવનના કારણે બેફામ બુમો પાડી રહેલો રક્ષિત અનધર રાઉન્ડ અનધર રાઉન્ડ કહીને બોલાવતો હતો. આ મામલામાં પોલીસને મહત્વની જાણકારી મળી છે કે રક્ષિત અને તેના ત્રણ મિત્રો પ્રાશું, સુરેથ અને નિકીતા ચારેય ખાસ મિત્રો છે અને તેઓ Another Round નામની ડેન્માર્કમાં બનેલી ફિલ્મની ભારે અસર હેઠળ છે. રક્ષિત જે ભાડાના મકાનમાં રહે છે તે ઘમાં પણ અનધર રાઉન્ડ ફિલ્મના પોસ્ટરની એક ફ્રેમ લગાવેલી છે.રક્ષિત અને તેના મિત્રો અનધર રાઉન્ડ નામની ફિલ્મની એટવી ગાઢ અસર હેઠળ હોવાનું સ્પશ્ટપણે જણાઇ આવે છે કારણ કે અકસ્માત કર્યા બાદ તેણે જે રીતે બુમો પાડી હતી તેવું જ કંઇક આ ફિલ્મમાં પણ છે. મળેલી જાણકારી મુજબ 2020માં આવેલી આ મૂવી થોમસ વિન્ટરબર્ગ દ્વારા બનાવાયેલી છે અને તેમાં 4 મિત્રોની વાર્તા છે. આ મિત્રો સર્જનાત્મક્તા અને આત્મવિશ્વાસ વધારવા માટે તેમના લોહીમાં આલ્કોહોલનું સ્તર સતત જાળવી રાખવાનો પ્રયોગ કરે છે. આ ફિલ્મમાં આ મિત્રોનું ગૃપ મનોચિકિત્સક ફિન સ્કોર્ડેરુડના કાર્યથી પ્રેરીત સિદ્ધાંત પર પ્રયોગ કરે છે કે માનવ 0.05 ટકા બ્લડ આલ્કોહોલ કન્ટેન્ટની ઉણપ સાથે જન્મે છે અને આ જાળવવાથી વધુ સર્જનાત્મક્તા થાય છે અને શાંત પણ બને છે. આ ફિલ્મની અસર આ ચાર મિત્રો પર પણ હોવાનું જોવા મળે છે. રક્ષિતના પોલીસે કરેલા રેપીડ ટેસ્ટમાં ડ્રગ્સ લીધું હોવાનું બહાર આવેલું છે. મીડિયા સાથેની વાતચીતમાં રક્ષિતે તેના મિત્રો પ્રાંશુ અને સુરેશ સાથે મળીને નશો કરેલો હોવાનું પણ જણાવેલું છે જેથી હોળીની રાત્રે અકસ્માત સર્જ્યા બાદ ફિલ્મ અનધર રાઉન્ડના નશામાં રક્ષિત હોવાનું જણાઇ રહ્યું છે. રક્ષિત નિઝામપુરામાં ગાયત્રી એપાર્ટમેન્ટમાં મકાન ભાડે રાખીને રહે છે અને એમએસયુનિ.માં કાયદાનો અભ્યાસ કરે છે. પોલીસે સમગ્ર મામલે તેના મિત્રો પ્રાંશુ અને સુરેશની પૂછપરછ કરી છે અને નિકીતા કોણ છે તેની તપાસ કરાઇ રહી છે. રક્ષિત ચૌરસિયાના પિતાનો બનારસમાં સેનિટરી સામાનનો બિઝનેસ છે. માતા ટીનાબેન હાઉસવાઇફ છે, જ્યારે નાનો ભાઇ અસ્તિત્વ બનારસમાં અભ્યાસ કરે છે.
વડોદરાનો રક્ષિત કાંડનો ગુસ્સો બોલિવુડ સુધી પહોંચ્યો છે...
બોલિવુડ સ્ટાર જ્હાનવી કપૂરે પણ ઇન્સ્ટાગ્રામ પર વડોદરાના રક્ષિત કાંડ પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરીને ગુસ્સો ઠાલવ્યો છે. જ્હાનવી કપૂરે ઇન્સ્ટાગ્રામમાં કહ્યું છે કે એક્ટ્રેસે પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર પોસ્ટ શેર કરતાં આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવાની માગ કરી. જાન્હવી કપૂરે પોસ્ટ કરી કે આ ખૂબ જ ચોંકાવનારી અને ગુસ્સો અપાવી દે એવી ઘટના છે. એના વિશે વિચારીને જ ખરાબ લાગે છે કે કોઈ આ પ્રકારનું કૃત્ય કેવી રીતે કરી શકે? નશામાં હતો કે નહીં એનાથી કોઈ ફરક નથી પડતો.
રિમાન્ડના આ મુદ્દા પર પોલીસની તપાસ...
પોલીસ રક્ષિતના 2 દિવસના રિમાન્ડ મેળવી તે અનધર રાઉન્ડ કેમ બોલ્યો હતો તથા નિકીતા કોણ છે તે દિશામાં તપાસ કરી રહી છે. પોલીસ સુત્રોએ રિમાન્ડના મુદ્દા વિશે માહિતી આપી કે આરોપી પાસે કાર ચલાવવાનું લાયસન્સ સાથે ન હતું અને પૂછપરછ માં યોગ્ય જવાબ નહીં આપતો હોવાથી લાયસન્સની ખરાઇ માટે હાજરી જરૂરી છે. તે જાહેર રસ્તા પર કાર પૂરપાટ ઝડપે ચલાવી અવનવા સ્ટંટ કરી પબ્લિકને હેરાન કરતો હતો.જેથી આરોપી કયા રસ્તે કાર ચલાવી લાવ્યો તેની તપાસ કરવી જરૂરી છે. ઉપરાંત આરોપીનો ઇરાદો અગાઉથી ગુનો કરવાનો હતો કે કેમ તેની તપાસ કરવાની છે. આરોપી પોલીસ તપાસમાં સાથ સહકાર આપતો નહીં હોવાથી ગુનાના મૂળ સુધી પહોંચવા હાજરી જરૂરી છે. તથા આરોપીની કોલ ડીટેલ મેળવવાની તજવીજ ચાલુ છે.જે મળ્યા બાદ કોની કોની સાથે કયા કયા વિસ્તારોમાં ફર્યો એની તપાસ જરૂરી છે. ઉપરાંત ચાલુ તપાસમાં આરોપીનો વિડિઓ બહાર આવ્યો છે.જેમાં અનઅધર રાઉન્ડનો ઉલ્લેખ છે. એ શું કહેવા માંગે છે એની તપાસ માટે ફરધર રિમાન્ડની જરૂર છે.એમ જણાવ્યું છે. અકસ્માત બાદ કારમાંથી ઉતરેલા રક્ષિતે ‘અનધર રાઉન્ડ, નિકિતા’ એવી બૂમો પાડી હતી અને ૐ નમઃ શિવાય બોલતો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. તપાસમાં નિકિતા આરોપી રક્ષિતની ગર્લ ફ્રેન્ડ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ નિકિતાની તપાસ કરી એનું નિવેદન પણ લેશે.

રક્ષિત કાંડમાં કારેલીબાગ પોલીસની શંકાસ્પદ ભૂમિકા, સત્યને ઢાંકવાનો પ્રયાસ...
રક્ષિત કાંડમાં પોલીસની નબળી અને ઢીલી કામગિરી જોવા મળી રહી છે. આરોપી બિન્ધાસ્ત બનીને મીડિયામાં ઇન્ટરવ્યુ આપે તેમાં એક એસએસઆઇ સહિત ત્રણ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા છે પણ કારેલીબાગ પીઆઇ, એસીપી અને ડીસીપીની સૂચના વગર શું કોઇ પોલીસ કર્મચારી આ રીતે મીડિયાને ઇન્ટરવ્યું આપવા દે ખરા તે સવાલ ઉભો થયો છે. મીડિયાને ઇન્ટરવ્યું આપવાના મામલામાં ત્રણ નિર્દોષ પોલીસ કર્મચારીઓનો ભોગ લઇ લેવાયો છે પણ પીઆઇ, એસીપી અને ડીસીપીને બચાવી લેવાયા છે. રક્ષિતે જે રીતે વડોદરામાં હાહાકાર મચાવ્યો છે તે જોતાં તેની સામે કડક કાર્યવાહી કરવી જોઇએ . તપાસમાં મિડીયા શોધીને લાવ્યું કે રક્ષિત અકસ્માત પહેલા ગધેડા માર્કેટ પાસે રહેતા સુરેશ ભરવાડના ઘેર 45 મિનીટ સુધી રોકાયો હતો પણ પોલીસ આ કડી શોધી શકી નથી કે પછી શોધી હોય તો તે છુપાવવા માગે છે કારણ કે પીઆઇ અને એસીપી તથા ડીસીપી સમગ્ર મામલામાં કંઇ જ માહિતી મીડિયાને આપતા નથી. આ સુરેશ ભરવાડ કોણ છે તેની પણ તપાસ થવી જોઇએ પણ પોલીસ મામલામાં ભીનું સંકેલવા માગે છે. આજે સોમવારે રક્ષિતના વધુ 2 દિવસના રિમાન્ડ પૂર્ણ થશે અને તેને અદાલતમાં રજુ કરાશે ત્યારે સવાલ એ પણ છે કે શું પોલીસ હજુ વધુ રિમાન્ડ માગશે ખરી કારણ કે રક્ષિત તો પોલીસને તપાસમાં સહકાર પણ આપતો નથી તેવો પોલીસનો દાવો છે. ઉપરાંત રક્ષિત સામે જે કેસ નોંધાયો તેમાં તેની સાથે કારમાં બેઠેલા પ્રાંશું ચૌહાણને પોલીસે આરોપી બનાવ્યો નથી તે પણ શંકાસ્પદ છે. કારેલીબાગ પોલીસ રક્ષિત કાંડમાં સત્ય છુપાવાનો પ્રયાસ કરી રહી છે પણ મીડિયા તો શોધીને સત્ય બહાર લાવશે જ.
સુરેશ ભરવાડ કોણ છે અને રક્ષિત સાથે તેનો શું સંબંધ ?...
કારેલીબાગ પોલીસ તો રક્ષિત કાંડમાં કંઇ ઉકાળી શકી નથી પણ મીડિયા શોધીને લાવ્યું કે રક્ષિત અને પ્રાંશું ગધેડા માર્કેટ પાસે રહેતા સુરેશ ભરવાડના ઘેર ગયા હતા અને ત્યાં 45 મિનીટ સુધી રોકાયા હતા. સવાલ એ થાય છે કે યુનિવર્સિટીમાં ભણતા બે વિદ્યાર્થીઓ સુરેશ ભરવાડના ઘેર રાતના સમયે કેમ ગયા હતા. આ સુરેશ ભરવાડ કોણ છે. રક્ષિત અને પ્રાંશુ સાથે સુરેશ ભરવાડને શું સંબંધ છે. સુરેશ ભરવાડ આ બંનેનો મિત્ર છે કે પછી ઓળખીતો છે. બંને સુરેશ ભરવાડના ઘેર ગયા અને 45 મિનીટ રોકાયા ત્યારે ત્રણેય જણાએ એવું તો શું કર્યું કે ત્યાંથી નિકળ્યાની થોડી મિનીટમાં જ રક્ષિતે અકસ્માતોની વણઝાર કરી તે તપાસનો વિષય છે પણ કારેલીબાગ પોલીસ સમગ્ર મામલાને દબાવી રહી છે.
સીસીટીવી ફોટો લાઇન
(1) રાત્રિના 10.33 વાગ્યે રક્ષિત અને સુરેશ ગધેડા માર્કેટ નજીક સુરેશના રૂમ પર પહોંચ્યા..
(2) ત્યારબાદ રક્ષિતે મકાનની અંદર પાર્કીંગમાં એક્ટિવા પાર્ક કર્યું અને કંઇક પ્રવાહી જેવું પીતા પીતા તેણે સુરેશ સાથે કંઇક વાત કરી
(3) ત્યારબાદ 10.46 વાગ્યે પ્રાંશુ તેની ફોર વ્હીલ ગાડી લઈને તે જ સ્થળે પહોંચ્યો હતો
(4) રાત્રે 10.47 વાગે પ્રાંશુ સુરેશના ઘેર નીચે કમ્પાઉન્ડમાં જોવા મળ્યો
(5) 45 મિનિટ સુરેશની રૂમ પર રોકાયા બાદ રક્ષિત અને પ્રાંશુ સુરેશના રૂમ પરથી 11.25 વાગ્યે નીકળે છે. તે વખતે કાર રક્ષિત ચલાવાનું કહે છે એટલે પ્રાંશુ ડ્રાઇવીંગ સીટ પરથી ઉતરી જાય છે અને રક્ષિત બેસી જાય છે. અંદાજિત 3.5 કિમી પછી આશરે 8 મિનિટ બાદ કારેલીબાગમાં રક્ષિતે ભયાનક અકસ્માત સર્જ્યો



Reporter: