News Portal...

Breaking News :

શિક્ષિકાના બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરો 5.50 લાખના દાગીના ચોર્યા

2025-07-12 13:00:28
શિક્ષિકાના બંધ મકાનને ટાર્ગેટ કરી ચોરો 5.50 લાખના દાગીના ચોર્યા



વડોદરા : શહેર નજીક આવેલી શુભ સોસાયટીમાં ત્રાટકેલા ચોરો શિક્ષિકાના બંધ મકાનને સવારે ટાર્ગેટ કરી સોના ચાંદીના દાગીના સહિત સાડા પાંચ લાખ રૂપિયાની મત્તા ઉઠાવી ગયા હતા. 

વડોદરા નજીક રતનપુર ખાતે આવેલી શુભ રેસિડેન્સી ખાતે રહેતા પ્રજ્ઞાબેન કનૈયાલાલ ભટ્ટે વરણામા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું વાઘોડિયા તાલુકાના વસવેલ ગામે પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવું છું. હું અને મારી માતા બંને સાથે રહીએ છીએ તારીખ 10 ના રોજ વહેલી સવારે 05:45 વાગે હું અને મારી માતા બંને જણા મારા જીજાજી સુનિલ પંડ્યાના બેસણામાં લુણાવાડા જવા નીકળ્યા હતા. અમે લુણાવાડા પહોંચ્યા ત્યારે પાડોશમાં રહેતા સોનલબેનનો 9:30 વાગે ફોન આવ્યો હતો અને તેમણે જણાવેલ કે તમારા ઘરનું આગળનું લોક તૂટેલું છે 

ઘરનો સામાન વેરવિખેર પડેલો જણાય છે. ઘરમાં ચોરીની જાણ થતા હું બેસણામાં હાજરી આપી પરત ફરી ત્યારે ઘરના આગળના મુખ્ય દરવાજાની લોખંડની જાળીનો નકૂચો તૂટેલો હતો અને અંદરની રૂમોના કબાટોના દરવાજા ખોલીને સામાન વેરવિખેર કરેલો જણાયો હતો તેમજ પતરાના પીપળાઓમાં મૂકેલી સુટકેશો પણ બહાર કાઢીને અંદર રાખેલ સોના ચાંદીના દાગીના ગુમ થઈ ગયા હતા. ઘરમાં આવેલા ચોરો સાડા પાંચ લાખ રૂપિયાના દાગીના ચોરી કરી ગયા હતા. ઉપરોક્ત ફરિયાદના પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Reporter: admin

Related Post