વડોદરા: માંજલપુર અને તરસાલી વિસ્તારમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ચોર ટોળકીએ હાહાકાર મચાવ્યો છે. ચોર ટોળકીએ ત્રણ સ્થળે 8 લાખની મતાના સોના-ચાંદીના દાગીના અને યુ.એસ.ડોલર ચોરી ગયા હતા.
આ વખતે મકરપુરા પોલીસે યુ.એસ.ડોલરની કિંમત ગણી હતી. માંજલપુર સનસાઇન ગ્લોબલ હોસ્પિટલની બાજુમાં મનમોહન સોસાયટીમાં રહેતા જીમીભાઇ પટેલ અકોટા ખાતે 36 ઇ.એસ.એકાઉન્ટ્સ પ્રા.લિ.માં પ્રોપર્ટી મેનેજર તરીકે નોકરી કરે છે. તેમના માતા પિતા વાઘોડિયા રોડ શિવમ પાર્ક સોસાયટીમાં રહે છે. તેમની સાસરી ઓ.એન.જી.સી.ની સામે લક્કી એપાર્ટમેન્ટમાં છે. તેમની પત્નીએ દીકરાનો જન્મ આપ્યો હોઇ તેમના સાસુ અરૂણાબેન જગદીશભાઇ પટેલ લક્કી એપાટેમેન્ટવાળું મકાન બંધ કરીને મનમોહન સોસાયટીમાં ગયા હતા.
તે દરમિયાન તેમના બંધ મકાનના તાળા તોડીને ચોર ટોળકી 13 તોલા ઉપરાંતના વજનના સોના અને ચાંદીના દાગીના, રોકડા 12 હજાર તથા 300 યુ.એસ. ડોલર કિંમત રૂપિયા 26 હજારના મળીને કુલ રૂપિયા 6.41 લાખની મતા ચોરી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, સોનાનો ભાવ 86 હજાર ચાલે છે. જ્યારે પોલીસે માત્ર 55 હજારનો ભાવ જ ગણ્યો છે.
Reporter: admin







