બાળ કલ્યાણ સમિતિની મીટીંગ અને મુલાકાત બાળ ગોકુલમ, ભૂતડીઝાંપા ખાતે હતી, આ સમયે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના પ્રિન્સિપલ મેજિસ્ટ્રેટ ડો. એસ ડી. કાપડિયા સાહેબ પણ ઉપસ્થિત હતા.
બાળ કલ્યાણ સમિતિના ચેરમેન શંકરલાલ ત્રિવેદીએ તેમને જણાવ્યું કે અમારી કાળજી અને રક્ષણની બધી સંસ્થાઓમાં બાળકોના રક્ષણ શિક્ષણ પોષણને તમામ સુવિધાઓ સંસ્થામાં વ્યવસ્થાપકો દ્વારા અધિક્ષકો મારફત પૂરી પડાય છે. આ ઉપરાંત અમારી બાળ કલ્યાણ સમિતિ શિક્ષણ માટે વિશેષ કાળજી લે છે તેના ભાગરૂપે આજે બોર્ડના પરીક્ષાાર્થીઓને પરીક્ષાલક્ષી સાહિત્યનું વિતરણ સભ્યો ભારતી બારોટ ઘનશ્યામ સોલંકી સાથે પ્રિન્સિપલ મેજિસ્ટ્રેટ કાપડિયાની ઉપસ્થિતિમાં અને તેમના હસ્તે અધિક્ષક ધ્રુમિલભાઈને પરીક્ષાને લગતું સાહિત્ય વિતરણ કરાવ્યું.
મેજિસ્ટ્રેટએ બાળ કલ્યાણ સમિતિની કાર્યપદ્ધતિ આવકારી અભિનંદન આપ્યા. આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિતભાઈ વસાવા અને પ્રોબેશન ઓફિસર (સંસ્થાકીય સંભાળ) રિતેશભાઈ ગુપ્તાએ ઉપસ્થિત રહી આપેલ સાહિત્યનો બાળકો દ્વારા વિશેષ ઉપયોગ કરાવવા અનુરોધ કર્યો.
Reporter: admin







