News Portal...

Breaking News :

હાલોલ તાલુકાના કાટડીયા ગામે પરમાર ફળિયામાં ઘાસના પૂળાઓમાં ભીષણ આગ લાગતા મચી અફરા તફરી.

2024-04-29 10:07:26
હાલોલ તાલુકાના કાટડીયા ગામે પરમાર ફળિયામાં ઘાસના પૂળાઓમાં ભીષણ આગ લાગતા મચી અફરા તફરી.

હાલોલ તાલુકાના કાટડીયા ગામે પરમાર ફળિયામાં ઘાસના પૂળાઓમાં ભીષણ આગ લાગતા મચી અફરા તફરી.

હાલોલ તાલુકાના અરાદ ગામ પાસે આવેલા (નેશ) કાટડીયા ગામે પરમાર ફળિયામાં આવેલ ભાથીજી મંદિર પાસે ગામમાં રહેતા ઠાકોરસિંહ રૂપસિંહ પરમાર અને વિનોદભાઈ નરવતભાઈ પરમારનો ઘાસના પુળાનો વિશાળ પ્રમાણમાં જથ્થો મુકેલો હતો જે ઘાસના પુળામાં કોઈ કારણોસર એકાએક આકસ્મિક સંજોગોમાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી જેમાં મંદિર પાસે જમીન પર મુકેલા ઘાસના પુળાના વિશાળ જથ્થામાં આગ લાગતા જોતજોતામાં ઘાસના પુળામાં લાગેલ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ઘાસના પુળા ભડભડ બળવા લાગતા આગની જ્વાળાઓ ઊંચે સુધી ઉઠવા પામી હતી જેમાં મંદિરની ઉપર ધાબા પર પણ મુકેલા ઘાસના પુળા આગની લપેટમાં આવી ગયા હતા અને તે પણ ભડભડ બળવા લાગ્યા હતા. જેમાં મંદિર નીચેના ભાગમાં તેમજ મંદિર ઉપર ધાબામાં મુકેલ ઘાસના પુળામાં ભીષણ આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉઠતા ખોબલા જેવડા કાટડીયા ગામે દોડધામ સાથે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો અને ગામ લોકો તાત્કાલિક મંદિર ખાતે દોડી આવ્યા હતા અને હાથ વગા સાધનોનો ઉપયોગ કરી સતત ઘાસના પુળા પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની કોશિષમાં જોતરાયા હતા જ્યારે બનાવ અંગે કાટડિયા ગામના ઉપ-સરપંચ મુકેશભાઈ દ્વારા હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને જાણ કરવામાં આવી હતી જેમાં બનાવની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ તાબડતોડ અગ્નિશમન વાહન સાથે ઘટના સ્થળે દોડી આવી હતી અને ઘાસના પુળામાં લાગેલી ભીષણ આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની કોશિષમાં જોતરાઈ હતી જેમાં ફાયર ફાઈટરની ટીમની મહેનત અને ગ્રામ લોકોની સતત ઘાસના પુળા પર પાણી નાખી આગને કાબુમાં લેવાની મહંતના કારણે આગ વધુ પ્રસરતા અટકી ગઈ હતી અને આગ સંપૂર્ણ પણે કાબુમાં આવી ગઈ હતી જોકે તે દરમ્યાન ઘાસના પુળાનો મોટાભાગનો જથ્થો બળીને ખાખ થઈ જતા ઘાસના પુળાના માલિક ઠાકોરસિંહ રૂપસિંહ પરમાર અને વિનોદભાઈ નરવતભાઈ પરમારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે જોકે આગની ઘટનામાં કોઈ અન્ય જાનહાનિ કે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લઈ હાશકારો અનુભવ્યો હતો.

Reporter: News Plus

Related Post