સાવલી પોલીસ મથકના વિવાદાસ્પદ પી.આઇ જે.યુ ગોહિલ ની બર્બરતાનો આખરે આવ્યો અંત.
પી.આઇ જે.યુ ગોહિલ વિરુદ્ધ છેલ્લા એક મહિનામાં જિલ્લા પોલીસવડા તેમજ મુખ્યમંત્રી સુધી ફરિયાદો ઉઠવા પામી હતી.પી.આઇ જે.યુ ગોહિલ વિરુદ્ધ નિર્દોષ નાગરિકોને માર મારવાની બુમો ઉઠી હતી.નિર્દોષ નાગરિકો પર પીઆઇ ગોહિલની રોફગીરી સામે ધારાસભ્ય કેતન નમદારે પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી.
જેને લઇ પી.આઈ ગોહિલ સાવલી થી બદલી કરી દેવાતા તાલુકામાં ખુશીનો માહોલ છવાયો હતો..સાવલી પોલીસ મથકની બહાર લોકટોળા એકત્રિત થઈ ચાલુ વરસાદે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરાઈ હતી..
Reporter: admin







