News Portal...

Breaking News :

૪૫ નમૂનાનું સ્થળ પર ચેકિંગ અને ૧૦ રેસ્ટોરાંમાં સ્વચ્છતાની નોટિસ

2025-08-05 11:17:26
૪૫ નમૂનાનું સ્થળ પર ચેકિંગ અને ૧૦ રેસ્ટોરાંમાં સ્વચ્છતાની નોટિસ


વડોદરા: મ્યુનિ.કોર્પો.ના ફૂડ સેફટી ઓફિસરોની ટીમોએ રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને ૬ વેપારીઓના એકમો પર તપાસ કરીને ૧૦ નમૂના લીધા હતા.



વાઘોડિયા રોડ પર પ્રથમ સ્વીટ એન્ડ ફરસાણમાંથી કેસરી પેંડા, કેસરી બરફી, સાબુદાણાના વડા, ફરાળીપાત્રા, કોપરા પેટિસ, કાજુવડા, કટલેસના નમૂના લીધા હતા.ગોરવામાં મયૂર સ્વીટ એન્ડ ફરસાણ માંથી કાજુકતરી વીથ સિલ્વર લીફનો નમૂનો લીધો હતો. અલકાપુરીમાં રીન્કી ફૂડમાં કેસરી પેંડાનો નમૂનો લીધો હતો. રાવપુરામાં દુલીરામ રતનલાલ શર્માને ત્યાંથી કેસર કાજુકતરી વીથ સિલ્વર લીફનો નમૂનો લીધો હતો. 


હરણીમાં તૃપ્તિ રેસ્ટોરાંમાં ભાવનગરી ફાફડાનું ઇન્સ્પેકશન કર્યું હતું. ભાયલીમાં ફૂડ કેસ્ટલમાં મોબાઇલ ટેસ્ટીંગ વાન દ્વારા તેલ, ચટણી, મરચું પાવડર, ચીઝ, પનીર વગેરે જેવા જુદા જુદા પ્રકારના ૪૫ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કર્યું હતું અને ૧૦ રેસ્ટોરાંમાં સ્વચ્છતાની નોટિસ આપી હતી.

Reporter: admin

Related Post