શહેરના એલ એન્ટ ટી સર્કલ પાસે વર્ષનો સૌથી મોટો ભૂવો પડ્યો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આખી મીની બસ ભૂવામાં ગરકાવ થઇ જાય તેટલો મોટો ભૂવો છે.
આ ભૂવો ગત રાત્રે પડ્યો છે. મોટો ભૂવો પડવાના કારણે તાત્કાલીક તેના ફરતે આડાશ કરી દેવામાં આવી હતી. ગતરોજ ભારે વરસાદમાં આ જગ્યા સહિત આસપાસ અનેક જગ્યાોએ પાણી ભરાયા હતા. વરસાદના પાણી ઓસરતા ભૂવો પડ્યાનું સામે આવ્યું છે. ભૂવા પડવાની ઘટના સાથે જ રોડ બનાવવાની કામગીરીની પોલંપોલ ખુલ્લી પડી ગઈ છે.શહેરમાં વિતેલા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો હતો. જેમાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઇ જવાની ઘટના સામે આવી હતી.
ત્યારે શહેરના એલ એન્ડ ટી સર્કલ પાસે પણ પાણી ભરાયા હતા. જો કે, વરસાદી પાણી સાંજ સુધીમાં ઓસરી ગયા હતા. તે બાદ એલ એન્ડ ટી સર્કલ પાસે મોટો ભૂવો પડ્યો હતો. આ ભુવામાં એક સાથે બે મોટી કાર સમાઇ જાય તેટલા મોટા ભૂવાની ફરતે રાત્રે જ આડાશ કરી દેવામાં આવી હતી. ભૂવો પડવાના કારણે પાલિકાની રોડ બનાવવાની કામગીરીમાં પોલંપોલ ખુલ્લી પડી જવા પામી હતી. તો બીજી તરફ ભૂવા નજીક આવેલી નિર્માણાધીન સાઇટ અર્થ યુફોરીયાને અડીને આવેલી દિવાલ પણ પડી ગઇ હતી. આ ઘટનામાં કોઇ જાનહાનીની માહિતી હજી સુધી સામે આવી નથી.
Reporter: admin