પેરિસ : ફ્રાન્સમાં યોજાયેલી ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની આવતીકાલે 26મી જુલાઈના રોજ યોજાશે, પરંતુ ઓલિમ્પિક 2024માં ભારતનું અભિયાન આજે 25મી જુલાઈથી જ શરૂ થઈ રહ્યું છે.
આજે આર્ચરીમાં મહિલા અને પુરૂષોની વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ યોજાશે. જેમાં લંડન 2012 ઓલિમ્પિક બાદ પ્રથમ વખત ભારતીય આર્ચરી ટીમ છ તીરંદાજો સાથે પુરી તાકાત સાથે ઓલમ્પિકમાં રમશે. જેમાંથી ત્રણ પુરુષ અને ત્રણ મહિલા આર્ચર છે. જેનું નેતૃત્વ તરુણદીપ રાય અને દીપિકા કુમારી કરશે.આજે સમગ્ર ભારતીય આર્ચરી ટીમ વિશ્વના ટોચના તીરંદાજો સાથે હરીફાઈમાં ઉતરશે, પ્રથમ મેચ મહિલાઓની વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડની છે. 64 મહિલા ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા હશે, ભારતમાંથી ત્રણ મહિલા આર્ચર્સ છે, જેમના નામ દીપિકા કુમારી, ભજન કૌર અને અંકિતા ભકત છે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થશે.બીજી મેચ પુરુષોની વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડની છે. જેમાં 64 ખેલાડીઓ એકબીજા સાથે સ્પર્ધા કરશે. ભારતના ત્રણ પુરુષ તીરંદાજ છે, જેમના નામ તરુણદીપ રાય, ધીરજ બોમ્માદેવરા અને પ્રવીણ જાધવ છે.
આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 5.45 કલાકે શરૂ થશે.આજનો રેન્કિંગ રાઉન્ડ ભારતીય આર્ચર્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ રાઉન્ડ નક્કી કરશે કે ભારત વ્યક્તિગત અને ટીમ ઈવેન્ટમાં કયું સીડિંગ મેળવશે. ટોચની ચાર ટીમોને ક્વાર્ટર ફાઇનલમાં સીધું સ્થાન મળશે, જ્યારે આઠમાથી બારમા ક્રમે રહેલી ટીમો ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થવા માટે એકબીજાનો સામનો કરશે. મિક્સ ટીમ ઈવેન્ટ માટે પણ રેન્કિંગ રાઉન્ડ મહત્વપૂર્ણ છે, જેમાં માત્ર ટોચની 16 જોડી જ આગળ વધી શકશે. દીપિકા કુમારી તેની કારકિર્દીની ચોથી ઓલિમ્પિક રમી રહી છે અને આ વખતે તે માતા બન્યા બાદ મેદાનમાં ઉતરી રહી છે. દીપિકા કુમારી વર્લ્ડ રેન્કિંગમાં નંબર વન રહી છે. તરુણદીપ રાય પણ તેની ચોથી ઓલિમ્પિક રમી રહ્યો છે. આ બંને તીરંદાજો પાસેથી મેડલની ઘણી અપેક્ષાઓ છે. પ્રવીણ જાધવ બીજી વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યો છે, જ્યારે ધીરજ બોમ્માદેવદા, ભજન કૌર અને અંકિતા ભગત પ્રથમ વખત ઓલિમ્પિક સુધી પહોંચ્યા છે.
Reporter: admin